ભોળાંઓ! તમારે તો ભોળપણનાં બેરરથી બચવું
સિદ્ધાંતોમાં સદા પરિવર્તનશીલ એરરથી બચવું
સહજ સુલભ સસ્તાં વિકારોનાં ટેરરથી બચવું
હાલ્ય ને આપણે અવિનાશી ભોળાનાથને પ્રાર્થી!
વિનાશી ને વ્યભિચારી રાવણોની પ્રેયરથી બચવું
કર્મસતા હત્યાની બોલકી સજા આપશે જ હો!
શિકારીઓ! તમારે નિર્દોષ, મૂંગા તેતરથી બચવું
મમતામાં લિંગભેદ નથી પશુમાવતરનેય તો પણ!
કપાશે જ એવું છે! તો વિયાણ કે વેતરથી બચવું
ભામનાં ઇજારામાં પણ નફો શોધાય છે કળિયુગે
ભોળાંઓ! તમારે તો ભોળપણનાં બેરરથી બચવું
જબાન,ખમીર,ખૂમારીની કેદે જ રાખજો સંસ્કારોને
વોચમેનની જ વોચ રાખવી પડે એ જેલરથી બચવું
પેટ આપ્યું છે તો બ્રેડ,બટર આપે જ છે ને અસ્તિત્વ
ભ્રષ્ટાચારી લાલચનાં જામ,ચીઝનાં લેયરથી બચવું
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply