સુખીને જોઈને પોતે પણ સુખી થનાર ઓછાં છે
દુઃખીને જોઈને પોતે પણ દુઃખી થનાર ઓછાં છે
સુખીને જોઈને પોતે પણ સુખી થનાર ઓછાં છે
પદ,પ્રતિષ્ઠા,પૈસા,પાવર માટે જ બનવું છે મુખ્ય
પરિણામલક્ષી સત્કાર્યનાં મુખી થનાર ઓછાં છે
ધક્કો મારવાં ને પગ ખેંચવા છે તત્પર મિત્રો,દુશ્મનો
અન્યને ઊંચાઈ દેવાં માટે પાલખી થનાર ઓછાં છે
માન પાન ધન ધાન્ય ગળચી જ લેવું છે બધાંને બધે
અપમાન,દ્વેષ,ઈર્ષા,મદ,મોહ થૂંકી જનાર ઓછાં છે
બીજાની લીટી ભૂંસવા માટે જ જીવન બનાવે ડસ્ટર
ચોકથી ખુદની કેડી કંડારીને પૂગી જનાર ઓછાં છે
મૂકવું છે એમ કહેનારાં આજીવન ક્યાં મૂકી શકશે?
કિંગમેકર બનીને રાજગાદી ચૂકી જનાર ઓછાં છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply