તાંદુલ પીરસનાર અયાચક સુદામા કૃષ્ણથી ય મોટો હોય છે
અસત્યનાં પ્રકાર હોઇ શકે પણ સત્યનો ક્યાં ઝોટો હોય છે
વહેવારે હોય ને સફળ જે,બહુધા આઘ્યાત્મે ખોટો હોય છે
બ્રમ્હાંડનાં છપ્પનભોગ પડતાં મૂકાવીને ખુલ્લાં પગે દોડાવે એ
તાંદુલ પીરસનાર અયાચક સુદામા કૃષ્ણથી ય મોટો હોય છે
ભાવનાત્મક ઝનૂની નહીં પણ પરિણામાત્મક પુરુષાર્થી જ
‘લાભ’ નહીં ‘શુભ’ જ ઇચ્છનારો સફળ,સુફળ મોટો હોય છે
‘અહીં કૂવો ત્યાં ખાઈ’ ખાઉંધરાં અને ખોટાં ખાદીધારીઓની
પ્રજાનાં ભાગ્યમાં-મતમાં તો એક જ વિકલ્પ ‘નોટો’ હોય છે
સજ્જનો આજીવન ચૂકવતાં જ રહે છે સજ્જનતાનું મૂલ્ય
ચિત્રલેખા અને ચિત્રગુપ્તનાં ચોપડામાં ક્યાંક ગોટો હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply