મર્યા પછી જ તો આ દુનિયા માવતરને કાગવાસ આપે છે
જીવતાંને ક્યાં પ્રેમ,રોટી,કપડાં,સારવાર કે આવાસ આપે છે
મર્યા પછી જ તો આ દુનિયા માવતરને કાગવાસ આપે છે
વિચાર,સ્વપ્નદૃષ્ટા,સેવક,સુધારકનાં ભાગમાં છે બે જ ભાગ્ય
જગ પ્રસાદની સુગંધ ને કાં ભોગની કારાવાસી વાસ આપે છે
સુખશૈયા,ખુશામત,ફુલ બિછાવેલ પથ નહીં પહોચાડે મંઝિલે
સુધારે,સમારે ને આગળ વધારી શકે એ જ જે ત્રાસ આપે છે
મેળવવાં મૂલ્યને ન થવાં દેજો સત કે સિદ્ધાંતનું અવમૂલ્યન
આમ માં જન્મોજન્મ જે નહીં મળેને તે સત્ય ખાસ આપે છે
આત્માનો અવાજ સાંભળવાનું જો બંધ થઈ જાય તો પછી
જીવન જીવતી હોય પણ જીવંત ન હોય એવી લાશ આપે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply