પીડાનાં ભાગ્યમાં ક્યારેય પીયર નહીં આવે
અશ્રુનો એકસ રે ક્યારેય કલિયર નહીં આવે
પીડાનાં ભાગ્યમાં ક્યારેય પીયર નહીં આવે
નાની દીકરીને અત્યારથી જ કાં બીવડાવો!
કે તારા પપ્પા કંઈ સાસરિયાંમાં નહીં આવે
એ જ રહી શકવાનાં દિલ ને દિમાગથી નિયર
એક હદથી વધારે જે કોઈ નિયર નહીં આવે
જે પીશે અખૂટાનંદી સત્ય,પ્રેમ,કરુણાનો મય
તેને મહેફિલ સજાવતા કે ચીયર નહીં ફાવે
રાખીએ સૂર્યને ચર્મ,મર્મ,કર્મ,ધર્મચક્ષુની સામે
ઘનઘોરનો આજીવન પછી ફિયર નહીં આવે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply