ઘડી કાંખમાં લઈને ચોપાસ ઘૂમે.
ઘડી ડાળ પરનું એ પંખી બતાવે,
ઘડી મારી સાથે એ હળવેથી ઝૂમે.
ગયા વર્ષ વીતી ને થઈ હુંયે માતા,
હૃદયમાં ઉગાડી કળી જેમ શાતા,
ઘડી ગોદમાં લઉં, ઘડી ગાલ ચૂમું;
પરી કેવી સુંદર દિધી તે વિધાતા.
ફરી વર્ષ વીત્યાં થઈ પુત્રી મોટી,
ફરી આંગણામાંથી શરણાઈ દોટી.
ફરી કોઈ આવ્યું છે ટહુકાને લેવા,
ફરી ઘરની સઘળી મહેકને વળોટી.
પધારી છે પુત્રી નવું પુષ્પ લઈને,
ઘડી ગોદમાં લે, ઘડી ગાલ ચૂમે.
– અનિલ ચાવડા
Leave a Reply