( છંદ: હરિગીત )
આ ઈશ્કનાં વિશાળ એવાં કેટલાં સાગર તર્યાં!
ના પૂછશો કો’ આંક એનો જે પડયાં ડૂબી મર્યાં,
હોતી નથી તાલીમ કોઈ તે છતાં આ પ્રેમમાં,
પડતાં પડે એને મળે છે અશ્ક ખોટાં વ્હેમમાં,
પૂછો જરા એ દર્દ કેવાં? આશકોએ છે ધર્યાં,
ના પૂછશો કો’ આંક એનો જે પડયાં ડૂબી મર્યાં,
મોંઘી ઘણી ઈશ્કે હકીકી ખેલ બાળકનાં નથી,
જે ચાહશો ના પામશો ને હારશો થાકી મથી,
દેવાલયો ને પીર દ્વારે કેટલાં દિવસો ભર્યાં,
ના પૂછશો કો’ આંક એનો જે પડયાં ડૂબી મર્યાં,
રાંઝા કહો મજનૂ કહો કે કોઈ પણ કિસ્સા કહો,
ના ચાહશો બેફામ ક્યારે પણ જરા હદમાં રહો,
ઉપમા કહું તો શ્રી કલાપી; ઝેરને વ્હાલાં કર્યાં,
ના પૂછશો કો’ આંક એનો જે પડયાં ડૂબી મર્યાં.
– ભાવિન દેસાઈ ‘અકલ્પિત’
Leave a Reply