( છંદ : રેણકી )
ગરજન વન થાય હરણ સબ ડર ડર વિહગ સુણત મન થરક ઝરે,
તજ કર સબ વિપત નિકટ દરશત જન કરમ તજી ઘર ગમન ભરે,
સનનન સન પવન ખળક જળ થંભન ધણ ગો વં’ચર શાંત ધરે,
ધમધમ વનરાજ વિહર વન ખંડ જદ ગગન ધ્યાન કર નમન કરે||
~ ભાવિન દેસાઈ ‘અકલ્પિત’
અર્થાત
જંગલમાં ગર્જના થાય છે ત્યારે હરણ ડરવા લાગે છે, પક્ષીઓ સાંભળીને થરથર કંપવા માંડે છે. મુશ્કેલીને નજીક આવતી જોઈ જંગલમાં લાકડા વીણવા ગયેલાં લોકો પોતાનું કામ છોડી ઘર તરફ પ્રયાણ કરે છે. સનસન વહેતો પવન, ખળખળ વહેતુ પાણી, ગાયોનું ચરી રહેલું ટોળું; શાંત થઈ જાય છે. ધમધમ પગલાં સાથે જંગલનો રાજા એવો સિંહ જ્યારે વિહરવા આવે છે ત્યારે આકાશ પણ માથું નમાવી નમન કરે છે.
Leave a Reply