Sun-Temple-Baanner

અમદાવાદની શાન – ભદ્રનો કિલ્લો


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


અમદાવાદની શાન – ભદ્રનો કિલ્લો


અમદાવાદની શાન – ભદ્રનો કિલ્લો

આજના સુવિકસિત હેરીટેજ શહેરઅમદાવાદની બરોબર વચ્ચોવચ્ચ જ આ ભદ્રનો કિલ્લો સ્થિત છે. આજે તો એ ભગ્નાવશેષ જેવો બની ગયો છે. પણ હું નસીબદાર છું કે એ મેં અંદરથી જોયો છે. ભારતના ઘણા બધાં કિલ્લાઓ મેં ખુબ જ રસપૂર્વક જોયાં છે અને માણ્યા છે. અમ તો આ કિલ્લો અત્યારે કોઈને પણ જોવાં મળતો નથી પણ મેં એ જોયો છે અમુક ખાસ ઓળખાણ કાઢીને મને એક કર્મચારીએ એ કિલ્લાની ચાવી લઇ દરવાજો ખોલીને મને બતાવ્યો હતો. મેં જયારે એ જોયો ત્યારે મને લાગ્યું કે આ કિલ્લો પણ સરસ જ છે. કિલ્લા સાથે સંકળાયેલી વાત આજે કોઈને પણ ખબર નથી. માંડુના સુલતાન બાઝબહાદુરને અહી કેદ કરી રાખવામાં આવ્યો હતો. આ વાતની પુષ્ટિ મને ગૂગલે કે સોશિયલ મીડીયાએ ક્યાંય પણ નથી આપી. ઇતિહાસની એવી ઘણી વાતો છે જે કોઈને પણ ખબર ના હોય !

મેં જયારે આ કિલ્લો બહુ જ રસપૂર્વક જોયો ત્યારે મોઢામાંથી –“વાહ બહુ જ સરસ” એવાં શબ્દો સરી પડયા હતાં. એ વખતે તો તો મારી પાસે કેમેરા નહોતો આમેય મને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે અહીં ફોટાઓ પડવાની મનાઈ છે. મેં કહ્યું કશો વાંધો નહીં મારી પાસે કેમેરા જ નથી ! પણ આ કિલ્લો જોઇને મને મારાં શહેર અમદાવાદ પર ગૌરવ થયું. હાશ આપણે કિલ્લાવાળા અને લાંબા કોટવાળા શહેરમાં તો રહીએ છીએ ! આમેય અમદાવાદ એ બાઝ્બહાદુરની પ્રેમિકા રાણી રૂપમતી સાથે પણ સંકળાયેલું છે. આવા ઐતિહાસિક અને ધાર્મિક શહેરમાં રહેવાનો મને આનંદ સાથે ગર્વ પણ છે.

આ કિલ્લાના ફોટાઓ પછી મેં ઘણા પાડયા કારણકે મારે લખવું હતું પણ મજા ના આવી કારણ છે પુરતી માહિતીનો અભાવ. વર્ષો વીત્યા પછી રોજ લખવાની કુટેવને કારણે નેટ પર બહુ સ્વૈરવિહાર કરવાની આદત પડી ગઈ હતી. દરવર્ષે અમદાવાદની વર્ષગાંઠ પર હું લખું જ છું પણ મને ઈતિહાસ વધારે ગમે છે લખવો એટલે હું આ કિલ્લા વિષે શોધમાં જ હતો અને આખરે મને જોઈતી માહિતી નેટ પરથી જ મળી ગઈ એ માટે અત્યારે હું નેટનો આભાર માનું છું.

પણ ગુજરાતીમાં આ વિષે કેમ ચુપકીદી સેવાય છે એજ મને તો ખબર માંથી પડતી. આજે મને આનંદ છે કે હું કેટલીક ઐતિહાસિક વિગતો આપની સમક્ષ મૂકી શકું છું જે આપ સૌને ગમશે જ. હા કેટલાંકે અમદાવાદના ઈતિહાસ પર પુસ્તકો જરૂર કર્યા છે એમના નામ સાથે હું ક્યારેક એ વિગતો તમને આપીશ ખરો પણ આ કદાચ એમાં ન પણ હોય કે હોય પણ ખરી ! એ જે હોય તે હોય પણ મારે લખવું હતું અને મેં લખ્યું એટલું બસ છે મારે મન !

પુસ્તકોમાં આ ઈતિહાસ પદ્ધતિસરનો નથી લખાયો એ પણ હકીકત છે. હું આ લખું છું છતાં પણ હું મારા કથનને વળગી રહું છું કે ગુજરાતનો ઈતિહાસ એ બાળપોથી જેવો છે માટે જ તે વિવાદાસ્પદ પણ છે. જો હું અમદાવાદનો ઈતિહાસ લખું તો ઘણા સત્યો સામે આવશે જે સ્વીકારવાની કોઈનામાં હિમત નહીં હોય ! છોડો એ વાત પછી કરશું ક્યારેક ! અત્યારે તો આ ભદ્રના કિલ્લાને માણીએ જે અમદાવાદની શાન છે.

ભદ્રનો કિલ્લો અમદાવાદમાં આવેલો છે અને તે એક સ્મારક છે જેમાં ઘણા મહેલો, મસ્જિદો, મંદિરો અને અન્ય બાંધકામો બાંધવામાં આવ્યા હતા. આ કિલ્લો અહમદ શાહે બાંધ્યો હતો અને તેના નામને કારણે શહેરનું નામ અમદાવાદ પડ્યું હતું.

ઇતિહાસ
———————————

ભદ્રનો કિલ્લો અમદાવાદમાં આવેલો છે અને તેનું નિર્માણ સુલતાન અહમદ શાહ દ્વારા ઇસવીસન ૧૪૧૧માં કરવામાં આવ્યું હતું. કિલ્લામાં ઘણા મંદિરો, મસ્જિદો, મહેલો અને અન્ય બાંધકામો હતા. મરાઠાઓના શાસનકાળ દરમિયાન બંધાયેલ ભદ્રકાલી મંદિરની હાજરીને કારણે આ કિલ્લાનું નામ પડ્યું હતું એવું પણ કહેવાય છે કે સુલતાન અહેમદ શાહે કિલ્લામાં પ્રવેશવા માટે ભદ્ર દ્વાર બંધાવ્યો હતો અને આ કારણથી કિલ્લાને ભદ્રનો કિલ્લો કહેવામાં આવે છે.

ગુજરાત સલ્તનત હેઠળ ભદ્રનો કિલ્લો
———————————

કર્ણાવતીમાં મુઝફરીદ રાજવંશની સ્થાપના પછી અહમદ શાહ પ્રથમે ભદ્રનો કિલ્લો બનાવ્યો હતો. તેણે શહેરનું નામ બદલીને અમદાવાદ કરી દીધું. આ કિલ્લાને અરક કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે સાબરમતી નદીના કિનારે બાંધવામાં આવ્યો છે. આ કિલ્લો લગભગ ૪૩ એકર વિસ્તારમાં ફેલાયેલો છે.

મુગલો હેઠળનો ભદ્રનો કિલ્લો
———————————

ભદ્રના કિલ્લા પર મુગલોના લગભગ ૬૦ ગવર્નરોનું – સુબાઓનું શાસન હતું. બાદમાં મુગલ બાદશાહો જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબે અમદાવાદ પર શાસન કર્યું. આઝમ ખાન નામના મુગલ સામ્રાજ્યના ગવર્નરે બાકીના પ્રવાસીઓ માટે આઝમ ખાન સરાયનું નિર્માણ કર્યું હતું.

મરાઠાઓ હેઠળનો ભદ્રનો કિલ્લો
———————————

પેશવા અને ગાયકવાડે સંયુક્ત રીતે મુગલ શાસનનો અંત લાવ્યો અને ઇસવીસન ૧૫૮૩માં મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી. ઇસવીસન ૧૭૭૫ અને ઇસવીસન ૧૭૮૨ની વચ્ચેના યુદ્ધમાં અંગ્રેજોએ મરાઠાઓને હરાવ્યા પરંતુ મરાઠાઓ સાથે સંધિ કરીને કિલ્લો પરત કર્યો.

અંગ્રેજોને આધીન ભદ્રનો કિલ્લો
———————————

અંગ્રેજોએ ઇસવીસન ૧૮૧૭માં કિલ્લા પર કબજો કર્યો અને કિલ્લાનો ઉપયોગ જેલ તરીકે કર્યો. આ કિલ્લો આઝાદી સુધી અંગ્રેજો હેઠળ હતો.

વાસ્તુકલા અને ડિઝાઇન
———————————

કિલ્લાનું કુલ ક્ષેત્રફળ લગભગ ૪૩ એકર છે જેમાં ૧૪ ગોળાકાર માળખાં, મસ્જિદો, મહેલો અને અન્ય ઘણી રચનાઓ શામેલ છે. હવે કેટલાક ભાગો દૂર કરવામાં આવ્યા છે અને હાલમાં કિલ્લો અધૂરો માણેક બુર્જ જેવો દેખાય છે. કિલ્લો ઇસ્લામિક સ્થાપત્યના આધારે બનાવવામાં આવ્યો હતો કારણ કે તેમાં કમાનો, બાલ્કનીઓ અને જાળી છે.

ભદ્ર કિલ્લાના દરવાજાઓ
———————————

કિલ્લામાં આઠ દરવાજા છે જેમાંથી ત્રણ મોટા દરવાજા છે, ત્રણ મધ્યમ કદના છે અને બે નાના દરવાજા છે. ઇસવીસન ૧૫૪માં શહેરી વિકાસને કારણે કિલ્લો કબજે કરવામાં આવ્યો તેથી મહમૂદ બેગડાએ નવો કિલ્લો બનાવ્યો. નવા કિલ્લાની બહારની દિવાલનો પરિઘ ૧૦કિમી હતો. દરવાજાઓની સંખ્યા ૧૨ હતી જ્યારે બુરજની સંખ્યા ૧૮૯ હતી.

મુખ્ય પ્રવેશદ્વાર ‘પીરન પીર દરવાજા’ તરીકે પણ ઓળખાતો હતો જે ‘ભદ્ર દરવાજા’ તરીકે પણ ઓળખાય છે. કિલ્લાની ઉત્તર દિશામાં ‘લાલ દરવાજા’ નામનો બીજો મુખ્ય દરવાજો છે અને આ દરવાજાની બહાર ભદ્ર કાલી મંદિર આવેલું છે. ગણેશ બારી દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત ત્રીજો દરવાજો છે. પશ્ચિમમાં બારાદરી દરવાજા અને રામ દરવાજા એમ બે દરવાજા છે.

અહમદશાહ મસ્જિદ
—————-

અહમદ શાહ મસ્જિદ ઇસવીસન ૧૪૧૪માં અહેમદ શાહ દ્વારા બનાવવામાં આવી હતી. મસ્જિદનો ઉપયોગ શાહી લોકો નમાજ પઢવા માટે કરતા હતા. મસ્જિદની બહારની દીવાલમાં નિર્દેશિત કમાનો છે.

પાંચ મોટા ગુંબજ સાથે નાના ગુંબજ છે જે સુંદર રીતે સુશોભિત છે અને થાંભલાઓ દ્વારા આધારભૂત છે. તે અમદાવાદની સૌથી જૂની મસ્જિદ ગણાય છે.

મેદાન શાહ
—————-

મેદાન શાહ કિલ્લાની પૂર્વ બાજુએ આવેલી ખુલ્લી જગ્યા હતી. પામ, ખજૂર, સિટ્રોન અને નારંગીના ઝાડ સાથેનો એક લાંબો અને પહોળો ચોરસ બાગ છે. આ જગ્યાનો ઉપયોગ શાહી સરઘસ અને પોલો સ્પોર્ટ માટે થતો હતો.

ત્રણ દરવાજા
—————-

ત્રણ દરવાજા ઇસવીસન ૧૪૧૫માં અહમદ શાહ I દ્વારા બનાવવામાં આવ્યો હતો. તીન દરવાજા અથવા ટ્રિપલ દરવાજા એ મેદાન શાહ તરફ જતા કિલ્લાનું પ્રવેશદ્વાર હતું. ૨૫ ફૂટ ઉંચી ત્રણ કમાનોને કારણે તેને ત્રણ દરવાજા કહેવામાં આવે છે. મેદાન શાહની મધ્યમાં ઉંચી છત સાથેનો ફુવારો હતો.

માણેક ચોક
—————-

માણેક ચોક શહેરની મધ્યમાં આવેલું છે જે બજારનું સ્થળ છે. અહીં લોકો સવારે શાકમાર્કેટમાંથી શાકભાજી ખરીદી શકે છે. બપોરનો સમય ઝવેરાત બજાર માટે છે અને સાંજનો સમય ખોરાક અને નાસ્તા માટે છે. માણેક ચોકમાં જોવા મળતી બીજી લોકપ્રિય વસ્તુ કુલ્ફી છે.

આઝમ ખાન સરાઈ
—————-

આઝમ ખાન સરાઈનું નિર્માણ ઇસવીસન ૧૬૩૭માં આઝમ ખાને કરાવ્યું હતું. પ્રવેશ દ્વારની ઊંચાઈ ૫.૪૯ મીટર છે જે અષ્ટકોણ હોલ તરફ દોરી જાય છે. આ ઇમારતનો ઉપયોગ પ્રવાસીઓ આરામ કરવા માટે કરતા હતા. અંગ્રેજોના સમયમાં આ ઈમારતનો ઉપયોગ હોસ્પિટલ અને જેલ તરીકે થતો હતો. કેદીઓને ફાંસી આપવા માટે એક એ વપરાતી હતી જેનો ઉપયોગ અંગ્રેજોના સમયમાં થતો હતો.

ભદ્રકાલી મંદિર
—————-

મરાઠા શાસન દરમિયાન આઝમ ખાનના સરાઈ ખાતેના એક ઓરડાને ભદ્ર કાલી મંદિરમાં ફેરવવામાં આવ્યો હતો. મંદિરમાં કાલી દેવીની ચાર હાથવાળી કાળી મૂર્તિ છે. એક દંતકથા છે જે કહે છે કે સિદ્દીકી કોટવાલ નામનો એક ચોકીદાર હતો જેણે દેવી લક્ષ્મીને જોયા હતા.

દરવાને તેમને કહ્યું કે જ્યાં સુધી તેને રાજાની પરવાનગી ન મળે ત્યાં સુધી તે કિલ્લો છોડશે નહીં. કોટવાલે તેનું માથું કાપી નાખ્યું જેથી દેવી શહેરમાં રહે અને શહેર સમૃદ્ધ બને.

ઘડિયાળ ટાવર
—————-

અંગ્રેજો ઘડિયાળ ટાવર લાવ્યા અને કિલ્લામાં સ્થાપિત કર્યા. રાત્રે એક કેરોસીન લેમ્પ ટાવરને પ્રગટાવતો હતો, જે ઇસવીસન ૧૯૧૫માં ઇલેક્ટ્રિક લેમ્પ દ્વારા બદલવામાં આવ્યો હતો.

અમદાવાદની કટલીક વિગતો આપી છે બાકી હજી ઘણી બાકી જ છે. એ હું ધીરે ધીરે આપીશ જ ! આમ તો આ ભદ્રના કલાની વગતો મને પણ અપૂરતી જ લગી છે. જ્યાં સુધી નવી ના મળે ત્યાં સુધી આનાથી ચલાવશો. એકવાત કહું…… કે અમદાવાદનો ઈતિહાસ એ મિરાતે સિકંદરી પર આધારિત નથી જ કારણકે ઈતિહાસ એ ઈતિહાસ છે જેમાં ઘણા નવાં આયામો ખુલી જ શકે છે ત્રણ દરવાજા પર મરાઠા શિલાલેખ વિષે ખાંખાખોળા ચાલુ જ છે એની અને આ કિલ્લાની વધુ માહિતી પ્રાપ્ત થશે ત્યારે પાછો હું ઝળકીશ ખરો ! આ માહિતી ઓછી છે પણ ખોટી તો નથી જ એ ખાલી જાણ સારું !

આવો બધાં અમદાવાદ એમાં ઘણું ઘણું જોવાનું છે ન જોયું હોય તો અમારાં અમદાવાદની મહેમાનગતિ માણજો જરૂર !

!! જય માં ભદ્રકાળી !!

– જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.