કાશ્મીરી પંડિત અત્યાચાર – થોડોક ઈતિહાસ થોડીક સચ્ચાઈ
કાશ્મીરી પંડિતો વિષે ઈતિહાસ હજી પણ ગોથાં ખાય છે, જે ઈતિહાસ છે એ રાજતરંણીમાંથી લેવામાં આવ્યો છે અને બીજું એક નામ છે બશીર એના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ બંને ગ્રંથોમાં વિરોધાભાસ ઘણાં જ છે, પણ સત્ય વધારે રાજતરંણીમાં છે પણ એ જ સત્ય છે એમ માનીને ચાલવું એ ભૂલભરેલું જ છે. કારણ કે સત્ય તો આ બે માનવીય ગ્રંથોની વચ્ચે છે.
આમ તો કાશ્મીર પંડિતોનો ઈતિહાસ ૧૫૦૦ વરસ પુરાણો છે. મારું તો સ્પષ્ટ પણે માનવું છે કે કાશ્મીર હિંદુઓનો ઈતિહાસ એમાં પંડિતો આવી જ જાય છે એમનો ઈતિહાસ તો વૈદિકકાળથી જ થયેલો છે. થોડી ઈતિહાસ પર નજર નાખીએ તો કાશ્મીરમાં શૈવવાદનું મહત્વ વધાર્યું હુણવંશી રાજા મિહિરકુલ હુણે જે આક્રમણકારી અટીલ્લા હુણનો પુત્ર હતો, જે પોતે પણ એક આક્રમણકારી જ હતો. પણ પ્રાચીનયુગની સમાપ્તિ પછી રાજા યશોવર્ધનના હાથે પરાજય પામ્યા પછી આ મિહિરકુલે કાશ્મીરમાં રાજ્ય કર્યું હતું. તે વખતે જ કાશ્મીર શૈવવાદનું મહત્વ વધ્યું અને કાશ્મીરી પંડિતોએ કલમ પર હાથ અજમાવ્યો, આ જ અરસો એટલે કે ઇસવીસનની સાતમી સદીમાં કાશ્મીર ઘાટીમાં શૈવવાદ ફૂલ્યોફાલ્યોઅને વિપુલ પ્રમાણમાં સાહિત્ય રચાયું.
પણ એક વાત અતિસ્પષ્ટ રીતે કહેવામાંગું છું કે આ અરસામાં અભિમાન વધારે હતું. અમે જે લખીએ છીએ તે જ ઉત્તમ છે અને અમે જ સર્વોપરી છીએ એમ કાશ્મીરી બ્રાહ્મણો એટલે કે કાશ્મીરી પંડિતો માનતા હતાં , આ હુંસાતુંસીએ જ કાશ્મીરી પંડિતોનું પતન નોંતર્યું હતું. જે વિષે હજી પણ ઈતિહાસકારો અજાણ જ છે અને નામ દે છે આક્રાંતાઓનું, કાશ્મીર પર આક્રમણ તો સિલ્ક રોડને લીધે સાયરસ અને પછી સિકંદરે પણ કર્યું હતું તેવાં જે જે ઉલ્લેખો વિદેશી આને આપણા સાહિત્યમાં પણ મળે છે એ સદંતર જુઠા જ છે.
આરબ આક્રમણ પછી જ ઇસ્લામ ધર્મ અસ્તિવમાં આવ્યો છે, ખૂબીની વાત તો એ છે કે આ જ વખતે કાશ્મીરમાં શૈવવાદ એ ખુબ જ વિપુલ પ્રમાણમાં પ્રસર્યો હતો. આ વાત ઇતિહાસમાં સાલવારી પ્રમાણે તો મેળ ખાય છે પણ એનો ગેરલાભ ત્યાની પ્રજાએ કરતાં વિદેશીઓએ -યવનોએ વધુ લીધો છે. આક્રમણ અને કાશ્મીરી પંડિતો પરના એ ગાળાના અત્યાચાર તો હજી પણ શકના દાયરામાં જ છે, એમાં બુટ શિકાનનું નામ મોખરે લઇ શકાય તેમ છે.
બુટશિકાન આમ જોવાં જઈએ તો કાશ્મીર એટલે કે ભારત પર આક્રમણ કરનાર પ્રથમ મુસ્લિમ હતો. પણ એના કોઈ જ સાંયોગિક પુરાવા મળતાં જ નથી, ઉદાહરણ આપું તો એમ જે કહેવાય છે કે માર્તંડ સૂર્યમંદિર જે બુટશિકાને તોડયું હતું કે અન્ય મુસ્લિમ શાસકે તોડયું હતું. તો ઇતિહાસમાં ભૂસ્ખલન , ધરતીકંપ અને ભારે બરફવર્ષાને કારણે એ તૂટ્યું હતું જેનો ઉલ્લેખ કાશ્મીરી ગ્રંથોમાં છે જ પણ આપણે તે વાંચવાની તસ્દી સુધ્ધાં લીધી નથી. ખાલી નામ આગળ કર્યું છે બુટશિકાનનું બસ ! લાલીતાદીત્ય મુક્તાપીડ અને અવંતિપોરના સ્થાપક રાજા અવંતિવર્મન જેમનો સમયગાળો છે ઇસવીસન ૮૫૫ થી ઈસવીસન ૮૮૩, એ વખતે કાશ્મીરની રાજધાની પણ શ્રીનગરથી ખસેડાઈને અવંતિપોર બનાવવામાં આવી હતી.
શ્રીનગર તેમને અસલામત લાગ્યું અને આક્રમણને કારણે તેણે ખસેડવામાં આવ્યી તેવું કારણ આપવમાં આવ્યું પણ તે સમયે કાશ્મીરમાં જાહોજલાલી હતી એ વાત તો નિશ્ચિત છે. આ અવંતિપોર હાલમાં પુલવામા જીલ્લામાં સ્થિત છે, આ પુલવામા વિષે મારે તો કશું કહેવાનું હોય જ નહીં ને ! પણ ઇતિહાસમાં આ અવંતિપોર ખંડેર બન્યું મધ્યકાળમાં એ સમય જ હતો મુસ્લિમ આક્રાંતાઅને ભારતમાં મુસ્લિમ સલ્તનતનો, એ સમયે જ હિંદુઓનું સ્થળાંતર અને ધર્માંતર થયું હતું. કાશ્મીરની નાગજાતિ તેમાંની જ એક છે ! લાલીતાદીત્ય મુક્તાપીડ વિષે તો હું અગાઉ લખી જ ચુક્યો છું એટલે એ વિષે હું અહી કશું લખતો નથી !
રાજતરંગીણી એ ઇસવીસનની બારમી સદીનના ઉત્તરાર્ધમાં રચાયેલો કાશ્મીરના ઈતિહાસ પરનો મોસ્ટ ઓથેન્ટિક ગ્રંથ છે. પણ હું શું કહેવા માંગું છું તે સમજો ઇસવીસનની બારમી સદી પછી જ ઈતિહાસમાં ખાનાખરાબી થઇ છે. આ પછી જ કાશ્મીરી પંડિતો પર અત્યાચાર થયેલો છે, જેમ જેમ વર્ષો વીત્યા તેમ તેમ અત્યાચારો પણ વધ્યાં ! પણ આપને જે ક્યારેય ભૂલી શકતાં નથી તે છે કાશ્મીરી પંડિત કાંડ તાજેતરમાં જ રીલીઝ થયેલી વિવેક રંજન અગ્નિહોત્રીની “ધ કાશ્મીર ફાઈલ્સ” આ વિષયને અનુલક્ષીને જ બનવવામાં આવી છે. જે દરેક હિન્દુએ ખાસ જ જોવાં જેવી છે !
આ ફિલ્મ એ કાશ્મીર પંડિત કાંડના ૩૨ વરસ પછી બનાવવામાં આવી છે એટલે એ તો સ્વાભાવિક છે કે એમાં સચ્ચાઈનો રણકો ભારોભાર હોય. આ ફિલ્મ વિષે અને આ કાંડ વિષે ઘણું બધું કહેવાઈ જ ચુક્યું છે પણ કેટલીક ગેરસમજણો પેદા કરનારા સ્ટેટસો હોવાથી હું આ લખવા પ્રેરાયો છું, હું ચપટીક પ્રયાસ કરું કે તમને સત્યથી અવગત કરાવું !
કાશ્મીરી પંડિત (હિંદુઓ)નું પલાયન ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ના રોજ શરુ નહોતું થયું. કાશ્મીરી પંડિતો સાથે થયેલી ક્રુરતાનો આગાઝ તો દસ વરસ પહેલેથી જ થઇ ગયો હતો. જયારે ઇસવીસન ૧૯૮૦માં સૈયદ સલાઉદ્દીન અને યાસીન મલિક જેવાં આતંકીઓની તાલીમ શરુ કરવામાં આવી હતી. આ લોકો દ્વારા જ કાશ્મીર ઘાટીમાં સૌથી પહેલાં ધર્મનાં નામ પર કાશ્મીરના નાગરિકોને અલગ પડવાનું શરુ કરવામાં આવ્યું હતું, જેનાથી સ્થાનીય લોકોના મગજમાં ઝેર ભરવામાં આવ્યું હતું અને પછી ૯૦ના દશકમાં એ ખૂની ખેલ શરુ થયો જેને આજદિનપર્યંત લોકો હજી સુધી પણ ભૂલ્યાં નથી.
દરેકના મગજમાં એક પ્રશ્ન જરૂર ઉત્પન્ન થાય કે એ સમયે કાશ્મીરમાં સરકાર કોની હતી ? આ વિષે પણ ઘણાબધાએ ઘણુંબધું લખ્યું છે જેમનું કેટલુક સાચું છે તો કેટલુંક સત્યથી વેગળું છે. કાશ્મીરી પંડિતોના પલાયન સમયે જમ્મુ અને કાશ્મીરમાં ગવર્નર રાજ હતું. એ વખતે જમ્મુ અને કાશ્મીરના રાજપાલ જગમોહન હતાં, તો કેન્દ્રમાં ભાજપ સમર્થિત શ્રી. વી. પી. સિંહની સરકાર હતી.
કેટલાક મીડીયાઈ આંકડામાં એ દર્શાવવામાં આવ્યું છે કે આ સમગ્ર કાંડમાં આતંકવાદીઅને કટ્ટરપંથીઓએ કુલમળીને લગભગ ૧૧૦૦થી વધુ કાશ્મીરી પંડિતોની બેરહમીથી હત્યા કરી દીધી હતી. સાથે સાથે ૨૦ હજાર કાશ્મીરી પંડિતોના ઘરોને બાળીને રાખ કરી દેવામાં આવ્યાં હતાં. આ સિવાય પણ કાશ્મીરમાં ૧૦૫ સ્કૂલ-કોલેજો અને ૧૦૩ મંદિરોને પણ તોડી નાંખવામાં આવ્યાં હતાં. કાશ્મીરી પંડિતોના પરિવારનું દર્દ સાંભળીને બધાંનાં રૂંવાડા ઉભા થઇ જાય છે. પરંતુ આ બધું તો ભૂ સમય પહેલેથી જ ચાલી રહ્યું હતું, પરંતુ જ્યારે અત્યાચાર પોતાની ચરમપહોંચ્યો ત્યારે એ દિવસ હતો ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ અને આ જ દિવસે કાશ્મીરી પંડિતોએ પોતાનું સર્વેસર્વાં છોડીને કાશ્મીરમાંથી ભાગી જવું પડયું હતું.
હું જયારે કાશ્મીર ગયો હતો ત્યારે મેં પણ આનું કારણ ત્યાંના રહીશોને પૂછ્યું હતું. એ વાત માત્ર અઢી વરસ પહેલાની જ છે, એમનો જવાબ એવો હતો — “અમે એમને કાઢી મુક્યા નથી એ લોકો જાતે જ જતાં રહ્યાં છે”
મેં સામે દલીલ પણ કરી કે — “તો પછી તમે કે સરકારે એમને રોક્યા કેમ નહીં !”. આનો જવાબ તો ત્યારે પણ કોઈની પાસે નહોતો પણ આજે તો છે જ !
થોડીક વિગતો અને થોડાંક કારણો વિગતવાર — એવું દર્શાવવામાં આવ્યું છે કે ઇસવીસન ૧૯૪૭ સુધી કાશ્મીરમાં હિન્દુઓની આબાદી માત્ર ૧૫% જ હતી. જે પછીથી ઇસવીસન ૧૯૮૧માં માત્ર ૫%જ રહી ગઈ હતી. આની પાછળનું ઠોસ કારણ એ છે કે જેની શરૂઆત તો ઇસવીસન ૧૯૮૦થી જ થઇ ગઈ હતી, જયારે સૈયદ સલાઉદ્દીન અને યાસીન મલિક જેવાંઆતંકીઓએ સૌથી પહેલાં ઘાટીમાં બંદૂકની નોક પર લોકોને ધર્મના નામ પર ડરાવવા-ધમકાવવાનું શરુ કરી દીધું હતું. આ જ એક મોટો અત્યાચાર હતો, જે પાછળ જતાં ધર્માંતરણ અને મહિલાઓ પરના બળાત્કારમાં પરિણમ્યું. બસ આ જ સમય હતો જયારે આ લોકોની જીદ અને જિહાદને કારણે કાશ્મીરી પંડિતોને જીવતે જીવત નરકની આગમાં ધકેલવાનું શરુ કરી દીધું હતું
સન ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ સુધી કાશ્મીરી પંડિત અને કાશ્મીરમાં વસવાટ કરતાં હિંદુઓને વીણીવીણીને મારવાનું શરુ કરી દીધું હતું. એમણે એક ફરમાન પણ બહાર પાડયું હતું કે ક્યાં તો તમે મુસ્લિમ ધર્મનો અંગીકાર કરો અથવા ભાગી જાઓ કે મરો ! જેમાંના કેટલાકે થોડીક હિમ્મત જુટાવી તો એમને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં. એટલેથી જ કશું પણ અટક્યું નહીં ૯૦ના દાયકામાં હિંદુઓ અને કાશ્મીરી પંડિતો પર કાશ્મીરમાં બર્બરતાનો એ દોર આવ્યો જે કોઈએ જોયો પણ નહોતો અને કોઈએ સંભાળ્યો પણ નહોતો. કાશ્મીરી પંડિતો ને જોતાં મારી નાખવામાં આવતાં હતાં અને એમની બહેન -દીકરીઓસાથે બળાત્કાર કરવામાં આવતો હતો. આના પછી જ કાશ્મીરી પંડિતોએ પોતાનું વર્ષો જુનું ઘર છોડીને દરબદર ભટકવું પડતું હતું.
એક સચ્ચાઈ એ પણ આપી દઉં કે —
કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો પર થયેલાં અત્યાચારમાં જિહાદી સંગઠન જમાત – એ – ઇસ્લામી પણ શામિલ હતું. આ સંગઠને જ સાલ ૧૯૮૯માં ઇસ્લામિક ડ્રેસ કોડ લાગુ કર્યો હતો અને એ નારો પણ એમનો જ હતો કે – “અમે બધાં એક છીએ, તમે ભાગો કે મરો !”
આના પછી જ કાશ્મીરી પંડિતોએ પોતાની પુશ્તૈની જમીન જાયદાદ છોડીને રેફ્યુજી કેમ્પોમાં રહેવા લાગ્યાં કા તો મરવા લાગ્યાં, ત્યાર બાદ સમગ્ર કાશ્મીર જ કાશ્મીરી પંડિતોને હેરાન – પરેશાન કરવાં લાગ્યું
એમાં ઉર્દુ છાપું પણ શામિલ થયું જેમાં છાપવામાં આવ્યું હતું કે — “બધાં હિંદુઓ પોતપોતાનો સામાન બાંધે અને કાશ્મીર છોડીને ચાલ્યા જાય અને લગભગ બધી જ મસ્જીદો પર કટ્ટરપંથીઓએ કબ્જા કરીને ત્યાંથી હિંદુ વિરોધી ભાષણ આપવાં લાગ્યાંઅને આના પછી જ સમગ્ર કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી પંડિતોનો કત્લેઆમ શરુ થયો !
કાશ્મીરી પંડિતો પર ક્યા કયા અત્યાચારો થયાં છે ?
———————————–
તો એક નજર જરા એના પર પણ નાખી દઈએ !
[૧] પંડિત ટીકાલાલ તાપલૂ જે વકીલ હતાં અને ભાજપિયા હતાં એમની હત્યા ૧૪ સપ્ટેમ્બર ૧૯૮૯નાં રોજ શ્રીનગરમાં જેકેએલએફ દ્વારા એમનાં ઘરમાં ઘુસી જઈને કરવામાં આવી
[૨] એનાં પછી જિહાદીઓ દ્વારા શ્રીનગર ઉચ્ચ ન્યાયાલયના એક ન્યાયાધીશ નીલકંઠ ગન્જૂની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી કારણકે એમણે જ મકબુલ ભટ્ટને મોતની સજા ફરમાવી હતી
[૩] એના પછી જેકેએલએફના સદસ્યોએ તત્કાલીન કેન્દ્રીય મંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની બેટી ડો. રૂબૈયા સઈદનું અપહરણ ડીસેમ્બર ૧૯૮૯એ કરવામાં આવ્યું હતું
એણે માટે એમણે ૫ આતંકવાદીઓને રિહા કરવાની માંગ કરી
[૪] ત્યાર પછી બધાં કાશ્મીરીઓએ ઇસ્લામિક ડ્રેસ કોડનું પાલન કરવાની ધમકીભર્યા સંદેશાઓ સાથે પોસ્ટર પણ ચીપકાવવામાં આવ્યાં હતાં
જેમાં શરાબ, સિનેમાઘરો પર પ્રતિબંધ અને વિડીયો પાર્લર અને કાશ્મીરી મહિલાઓ પર સખ્ત પ્રતિબંધ શામિલ કરવામાં આવ્યો હતો
[૫] એટલું જ નહીં બધાં જ કાર્યાલય ભવનો, દુકાનો અને પ્રતિષ્ઠાનોને ઇસ્લામવાદી શાસનના સંકેતના રૂપમાં લીલા રંગથી રંગવામાં આવ્યો હતો
[૬] પછી કાશ્મીરી હિંદુઓની દુકાનો, કારખાના, મંદિર અને ઘર પણ જલાવી દેવામાં આવ્યાં અથવા એણે તોડીફોડી નાંખવામાં આવ્યાં અને દરવાજાઓ પર ધમકીભર્યા પોસ્ટરો ચોંટાડીને તરત જ કાશ્મીર છોડી દેવાનું કહ્યું
[૭] કેટલાંક પંડિત સંગઠનો જેવાં કે પાનૂન કાશ્મીર આદિને પલાયનના સમયમાં કાશ્મીરી મુસ્લિમો પર નરસંહાર અને સામુહિક બળાત્કારનો આરોપ લગાવ્યો છે
[૮] આના પછી માર્ચ ૧૯૯૭માં આતંકવાદીઓએ સંગ્રામપોરા ગામમાં સાત કાશ્મીરી પંડિતોને એમના જ ઘરમાંથી બહાર કાઢીને એમને મારી નાંખવામાં આવ્યાં અને જાન્યુઆરી ૧૯૯૮માં વંધામા ગામમાં મહિલાઓ અને બાળકો સહિત ૨૩ કાશ્મીરી પંડિતોની સરેઆમ ભરબજારમાં ગોળીઓ મારી હત્યા કરી નાંખવામાં આવી
[૯] માર્ચ ૨૦૦૩માં નાદિમર્ગ ગામમાં શિશુઓ સહિત ૨૪ કાશ્મીરી પંડિતોની બેરહેમીથી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી
આ બધું જ “ધ કાશ્મીર ફાઈલ્સ”માં છે, બીજું બધું પણ ઘણાબધાં પુસ્તકોમાં છે પણ એની વાત પછી ! વિગતો પણ વધારે જ છે પણ એ વાત ફિલ્મના રીવ્યુ વખતે કાશ્મીરના ઈતિહાસ પણ ઘણું લખ્યું જ છે અને હજી ઘણું આપવાનું બાકી જ છે. સત્ય અને પુરાવાઓ તો એમાં જ રજુ થશે, કાશ્મીર પંડિતોના ૧૫૦૦ વરસનો ઈતિહાસ પણ હું તમારી સમક્ષ મુકવાનો જ છું, પણ વાર લાગશે ત્યાં સુધી રાહ જોજો સૌ…
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply