હમ્પી
#ભારતીય_ગૌરવશાળી_સંસ્કૃતિ
#હમ્પી
પાષાણ કથા હમેશા પાષાણ નગરીમાં જ જીવિત હોય છે. પાષાણ શું શું કરી શકે છે? વાત વાસ્તુકલા અને શિલ્પ – સ્થાપત્યની છે, કાઈ લોકો પર પથરા ફેંકવાની નથી. હમ્પી એના જમાનામાં એ સૌથી મોટી સભ્યતા ધરાવતું સાંસ્કૃતિક નગર હતું. દુનિયાનું સૌથી વિશાળ નગર હતું, હમપીની સુંદરતા એ તુંગભદ્રા નદી અને આજુબાજુની પહાડી અને વિશાળ મસમોટી ચટ્ટાનો છે.
આ બધું હોવા છતાં આ સનાતનધર્મી નગર વિશે લોકોને કશો જ ખ્યાલ નહોતો. આ નગર લગબગ બે સદી સુધી ખોવાયેલું જ રહ્યું હતું. હમ્પી એ ચારેબાજુથી પથ્થરોથી ઘેરાયેલું નગર છે. એ આંધ્ર પ્રદેશ રાજ6ની સિમા પાસે મધ્ય કર્ણાટકના પૂર્વીય ભાગમાં તુંગભદ્રા નદીના તટ પર સ્થિત છે. હમ્પી સામ્રાજ્યની સ્થાપના હરિહર અને બુક્કા નામના બે ભાઈઓએ ઇસવીસન ૧૩૩૬માં કરી હતી. પછી એ ૧૬મી સદીની અંતમાં કે ૧૭મી સદીમાં દટાઈ ગયું.
આ હમ્પીમાં ત્યાર પછી કૃષ્ણદેવ રાય અને અનેક મહાન સનાતની રાજાઓ અને નાયકોએ એટલાં બધાં સ્મારકો અને સ્થાપત્યો બાંધ્યા કે એ ગણવા જ મુશ્કેલ છે. આ હમ્પી જેવું નગર છે, આ હમ્પી એ સામ્રાજ્ય છે. એની જ ખબર છેક ઇસવીસન ૧૮૦૦માં કર્નલ મચકેન્ઝી એ શોધી કાઢ્યું અને પુરાતત્વ ખાતાં દ્વારા ઉત્તખનન દ્વારા આખે આખું બહાર કાઢ્યું ત્યારે જ એની ખબર પડી. એના ઇતિહાસની પણ આપણને પછીથી જ ખબર પડી, જો કે આ હમ્પીનો સ્થાપત્યકાળ લગભગ ૧૩૩૬થી માંડી ને ઇસવીસનની ૧૬મી સદીના મધ્યભાગ સુધીનો છે. એટલે કે આશરે ૨૨૦ વરસ એ દટાઈ બહુ ઓછા વરસ રહ્યું છે પણ દટાઈ ગયું હતું એ પણ એક નક્કર સત્ય જ છે.
એ કાળના પુસ્તકોમાં એની નોંધ અવશ્ય લેવાઈ છે. વિદેશી ઇતિહાસકારો આના વિશે ચુપકી જ સાધે છે. જો એમ હોત તો એ વહેલું બહાર આવ્યું હોત જ ને !એક સમયે આ હમ્પી એ મધ્યકાલીન હિંદુ રાજ્ય વિજયનગર સામ્રાજ્યની એક રાજધાની હતું. અત્યારે ભલે બધે એનાં ખન્ડેરો હોય પણ એક સમયે એની પણ જાહોજલાલી હતી. આ હમ્પીનાં ખન્ડેરો જોતા લગભગ એક સપ્તાહ લાગે, વિચારી લેજો કે એને વિશે જાણવા- ભણવા – લખવા કેટલો સમય લાગે તે હમ્પીમાં એક સમયે સમૃદ્ધ શાળી સભ્યતાના લોકો નિવાસ કરતાં હતાં. સમગ્ર હમ્પીનો વિશાળ ફેલાવ એક ગોળ ચટ્ટાનોના ટીલામાં વિસ્તૃત છે. ઘાટીઓ અને ટિલા વચ્ચે વિસ્તરેલા હમ્પીમાં કુલ ૫૦૦થી પણ વધુ સ્થાપત્યો સ્થપિત થયેલાં છે, આમાં મંદિરો વધુ છે ખાસ વિઠ્ઠલ અને વિરૃપાક્ષ તથા હનુમાન મંદિર ખાસ છે
આ સિવાય લક્ષ્મી નરસિંહ મંદિર ખાસ છે નરસિંહ ભગવાન અને કૃષ્ણ ભગવાનના મંદિરો વધુ છે. આ ઉપરાંત મહેલો, તહખનાઓ, જળ ભંડાર, જુનાં બજારો, શાહી મંડપ, ગઢ, ચબૂતરા, રાજકોશ, દરવાજાઓ, દીવાલો, રાજકોષ અને દક્ષિણ ભારતની ખાસિયત અને હમ્પીનું સૌથી સુંદર શિલ્પ સ્થાપત્ય પાષાણ રથ દર્શનીય છે
મંદિરો અહીં એક શૃંખલાના રૂપમાં સ્થિત છે એટલાં જ માટે હમ્પીને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. હમ્પી એ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સામેલ થયું છે, દર વર્ષે અહીં લાખો પર્યટકો ઉમટે છે. હમ્પી એટલે પાષાણ કવિતા, હમ્પી એટલે પાષાણ મહાનવલ, હમ્પી એટલે સનાતન ધર્મની દારોહર, હમ્પી વિશે હજુ બે વાતો કરવાની છે, હમ્પીમાં ભોજન શાળા છે જ્યા પથ્થરોના થાળી વાડકા છે.
અહીં એક સાથે કેટલાંય લોકો સમૂહ ભોજ લેતાં હશે તેનો ખ્યાલ આવે છે. અહીં કોઈ જ નાત – જાતનો ભેદભાવ નહોતો, એનાં બજારો ધમધમતા હતાં લોકોની ભીડથી આજે નહીં એ જમાનામાં આજે તો એ કિનખાબી જમાનાની રહી છે માત્ર યાદો જેમાં અસમાની ગમગીની ઘોળાઈ છે. આ હમ્પી માત્ર કુદરતી અફતોથી દટાઈ ગયું હતું એવું રાખે માનતા એનાં પર ઘણા મુસ્લિમ આક્રમણકારોએ એને તહસહંસ કરી નાંખ્યું હતું. કોણે અને કેવી રીતે? હમપીની આગવી વિશેષતા ખાસ કરીને એનાં સ્મારકો અને શિલ્પ સ્થાપત્યની એની વાત વિસ્તૃત લેખમાં કરવમાં આવશે જ બાકી …. હમ્પી એટલે ખંડહર બતા રહા હૅ ઇમારત કિતની બુલંદ થી.
મણાય એટલું માણી લો હમ્પીનો એક અલગ જ ફોટો મુકું છું. જે તમને સૌને ગમશે જ, હમ્પી પર તો હું પુસ્તક પણ કરવાનો છું. રાહ જોજો સૌ!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply