બૃહદિશ્વર મંદિર – તાંજાવુર, તામિલનાડુ
#ભારતનો_ભવ્ય_મંદિર_વારસો
#બૃહદિશ્વર_મંદિર_તાંજાવુર_તામિલનાડુ
ભગવાન શંકરની અમીદ્રષ્ટિ એટલે તાંજોર સ્થિત ભારતની ઇજનેરી કલા એટલે કે બાંધકામની શાન સમુ બૃહદિશ્વર મંદિર. દુનિયાના બધા ઇજનેરો આજે વિમાસણમાં છે કે આ આટલું ઊંચું મંદિર જે પિરામિડ બાંધવા કરતાં પણ વધારે અઘરું છે તે બંધાયું આખરે કસી રીતે ? માન્યું કે પિરામિડ તો સૌથી જુના છે. પણ એના કરતાં પણ વધારે અઘરું અને શિલ્પસ્થાપત્ય કલાવાળું આ મન્દિર કાઈ ટેકનિકથી બંધાયું ?
બૃહદિશ્વર મંદિર, તમિલનાડુ ભારત
—————————-
અત્યાર સુધીના સૌથી મહાન એન્જિનિયરિંગ અજાયબીઓમાંનું એક છે, તે ઇન્ટરલોક પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે જ્યાં પથ્થરો વચ્ચે સિમેન્ટ, પ્લાસ્ટર અથવા એડહેસિવનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. તે ૧૦૦૦ વર્ષથી અડીખમ ઉભું છર અને ૬ ભૂકંપથી બચી શક્યું છે. ૨૧૬ ફૂટન ઊંચો મંદિર ટાવર તે સમયે વિશ્વમાં સૌથી ઊંચો હતો.
બિગ બેન અને પીઝાનો ઢળતો મીનારોઆ પદ્ધતિનો ઉપયોગ કરીને બાંધવામાં આવેલા અન્ય બાંધકામો સમય સાથે નમેલા છે. જે મંદિર ઘણું જૂનું છે તે શૂન્ય ડિગ્રી ઝોક ધરાવે છે. મંદિર બનાવવા માટે ૧.૩લાખ ટન ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને ૬૦ કિલોમીટર દૂરથી ૩૦૦૦ હાથીઓ દ્વારા લાવવામાં આવ્યો હતો. ધરતી ખોદ્યા વિના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
મંદિરના ટાવરની ટોચ પર આવેલ કુંભમનું વજન ૮૧ ટન છે અને તે ગ્રેનાઈટના એક ટુકડામાંથી કોતરવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એ છેકે કે ૨૧૬ ફૂટે ઊંચે તેને કાઈ પદ્ધતિથી ઊંચે ચડાવવામાં આવ્યો હશે. હવે, ગ્રેનાઈટ વિશે એક જાણકારી આપી દૌએ દુનિયાનો બીજા નમ્બરનો સખત પથ્થર છે. પ્રથમ નંબર હીરાનો આવે છે. આટલો સખત પથ્થર આટલે ઉંચે ચડાવવો એ ઈશ્વરીય શક્તિ અને અદ્દભુત કૌશલ વગર શક્ય જ નથી. માટે જ ઇજનેરો આ કઇ પદ્ધતિ છે એ હજી સુધી શોધી શક્યા નથી !
બૃહદિશ્વર મંદિરના નિર્માણ માટે ઉપયોગમાં લેવાતા એન્જિનિયરિંગના સ્તરની નજીક ક્યારેય વિશ્વની કોઈ અજાયબી નથી. તેના જેવું કશું જ નથી અને તેના જેવું ક્યારેય નહીં હોય. રાજ રાજા ચોલ સ્વપ્નદ્રષ્ટા હતા. આપણે આ કાલાતીત અજાયબીની કિંમત કરવી જોઈએ. એક વધુ નાની વિગત – તે એવી રીતે બનાવવામાં આવી હતી કે પડછાયો ક્યારેય નીચે ન પડે. પડછાયો પોતાના પર પડે છે. આવું અદભુત અને અજોડ મંદિર એકવાર તો જોવું જ જોઈએ દરેકે…
તો જોઈ આવજો બધાં !!!
!! હર હર મહાદેવ !!
– જનમેજય અધ્ધવર્યું
Leave a Reply