ભારતનાં અદભૂત શિલ્પો
અર્થશાસ્ત્રની શરૂઆતમાં એક વાક્ય ભણવામાં આવતું હતું – “ગરીબ ભારત દેશમાં ધનિક પ્રજા વસે છે”. આપને ગરીબ ગરીબ કરી રોદણા રડતાં રહીએ છીએ જ્યારે પાછાં પગલે ઇતિહાસમાં ડોકિયું કરીએ છીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે ભારત એક ખરેખર સમૃધ્ધ, સાંસ્કૃતિકઅને બધી જ રીતે ધનિક દેશ હતો અને આજે પણ છે ! એટલાં જ માટે તો વિદેશીઓ ભારતની સંસ્કૃતિ પોતાને નામે કરવાં અને ભારતને લુંટવા આપણી સંકુતીને ખત્મ કરવાં અને આપણીપ્રજાને વટલાવવા તત્પર રહેતાં હતાં. “ભારત સોનાની ચીડિયા” આ વાક્ય એક તકિયા કલમ બનીને રહી ગયું છે આજે તો ! સોનાની ચીડિયા હતું અને આજે પણ છે જ એ વાત આ આક્રાન્તા અને વામપંથી ઇતિહાસકારોને કોણ સમજાવે ?
બહુ પાછળ જાઓ એટલે કે પ્રાગ ઐતિહાસિક કાળમાં ત્યારે પણ સિંધુ સંસ્કૃતિ ખુબ જ સમૃધ્ધ અને વૈવિધ્યસભર હતી. એ સમયની પ્રજા વિકસિત હતી, પણ એ વાત આપણા ઈતિહાસકારો ન સમજ્યા તે ન જ સમજ્યા એમને બસ એજ ગીતુ ગાવું હતું કે ભારતની પ્રજા જંગલોમાં વસે છે પણ તે સમયની મહિલાઓ તે જમાનામાં ઉંચી એડીવાળા સેન્દલો પહેરતી હતી તેનો તેમને સ્વપ્નેય ખ્યાલ નહોતો. એમને તો બસ એટલું જ કહેવું હતું કે ભારત સોયની પણ શોધ કરી શકવાને અશક્તિમાન હતું !
ભારત એ મંદિરો અને શિલ્પ – સ્થાપત્યનો દેશ છે. ભારતનું દરેક મંદિર પોતાની આગવી, વિશિષ્ટ અને ઐતિહાસિક વિરાસતની મહાગાથા સ્વયં બયાન કરે છે.
આ વિસ્મયકારક શિલ્પ #રામપ્પા_મંદિર_વારંગલ_તેલંગાણા છે. આ શિલ્પ ધ્યાનથી જુઓ અને એના પગ ધ્યાન પૂર્વક અર્જુનલક્ષી ધ્યેયથી જુઓ તમને એ વાતની કહ્બર પડશે હજારો વર્ષ પૂર્વે ભારતીય મહિલાઓ ઉંચી એડીના સેન્ડલ પહેરતી હતી. જે આજે આધુનિકતાની પરિચાયક છે.
આ મંદિર કોણે બંધાવ્યું અને કઈ સાલમાં બંધાવ્યું અને કોનાકાળમાં બંધાવ્યું તે ગૌણ બાબત છે. બસ એટલું જ ધ્યાનમાં રાખો તે જમાનામાં પણ આવી સુવિધાઓ હતી અને આવાં સુંદર શિલ્પો બનતાં હતાં
પરિકલ્પના હોય તો પણ તેણે લાખો સલામ છે ! વારંગલ જાઓ ત્યારે અજાયબ અને અદ્ભુત શિલ્પ જરૂરથી જોજો સૌ !
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply