રાણી રૂપમતી મહેલ – માંડુ, મધ્યપ્રદેશ
ભારતીય ઐતિહાસિક પૃષ્ઠોમાં આપણને પ્રેમના દૃષ્ટિકોણથી પણ ઘણી ઘટનાઓ જોવા મળે છે. આમાંની એક છે ‘રાણી રૂપમતી. તેના મહેલની મુલાકાત લેવી જોઇએ તો જ તમને જીવનમાં પ્રેમનું મહત્વ સમજાશે ઇતિહાસ સાક્ષી છે કે આ બધી જ પ્રેમકથાઓના અંજામ કરુણ જ આવે છે. પ્રેમ એટલે લૈલાને મજનુની દ્રષ્ટિએ જોવાની કલા
રાણી રૂપમતી કવિ અને સંગીતકાર હતી. એક સમયે શિકાર કરવા ગયેલા સુલતાન બાઝબહાદુરને રાણી રૂપમતીનું સંગીત સાંભળવા મળ્યું અને સુલતાન બાઝબહાદુરે રાણી રૂપમતીનું સંગીત સાંભળ્યું અને તેના રૂપમાં ખોવાઈ ગયો અને રાણી રૂપમતીના પ્રેમમાં પડી ગયો. રાણી રૂપમતી એક ખૂબ જ સરળ હિંદુ ખેડૂત છોકરી હતી.
રાણી રૂપમતી અને સુલતાન પ્રેમમાં પડ્યા અને રાણી રૂપમતીએ સુલતાન સામે શરત મૂકી કે તે માંડુ આવશે. તે તેના હિંદુ ધર્મનું પાલન કરશે અને સવારે નર્મદા નદીના દર્શન કર્યા પછી જ ભોજન કરશે. શરત મુજબ, સુલતાન બાઝ બહાદુરે રાણી રૂપમતી મહેલ બનાવ્યો. જે ભારતીય રાજ્યમાં રાણી રૂપમતીનો મહેલ છે. મધ્યપ્રદેશનું માંડુ શહેર એક ઐતિહાસિક સ્થળ છે.
તે મંડુ શહેરમાં સ્થિત એક મુખ્ય આકર્ષણ તરીકે પણ માનવામાં આવે છે. અને રાણી રૂપમતીનો મહેલ એક ચોકી હતો જ્યાં સૈનિકો રોકાતા હતા અને કોઈ આક્રમણકારી આવે છે કે કેમ તેની હંમેશા નજર રાખતા હતા. પરંતુ રાણી રૂપમતીની શરત અનુસાર રાજા બાઝબહાદુરે આ ચોકીને મહેલમાં પરિવર્તિત કરી અને અહીં કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા અને તે તેના વર્તમાન સ્વરૂપમાં છે. જે આપણે જોઈ શકીએ છીએ
અને તેને રાણી રૂપમતી મંડપ પણ કહેવામાં આવે છે અને અહીંથી રાણી રૂપમતી નર્મદા નદીના દર્શન કરતી અને પૂજા કરતી હતી. તે પછી જ તે પાણી અને અન્ય લેતી હતી. રાણી રૂપમતી અને રાજા બાઝ બહાદુર વચ્ચે પ્રેમ કહાની શરૂ થઈ હતી. પરંતુ અચાનક આ પ્રેમ કહાનીમાં અવરોધ આવ્યો.
મુઘલ સમયગાળા પછી, બાદશાહ ‘અકબર’ ના સેનાપતિ, આદમ ખાને માંડુ પર હુમલો કર્યો અને સુલતાન બાઝબહાદુર યુદ્ધમાં પરાજય પામ્યો. જ્યારે રાણી રૂપમતીને આ વાતની જાણ થઈ કે માંડુ પડી ગયું છે ત્યારે તે સહન ન કરી શકી. તેથી તેણે ઝેર ખાઈને જીવનનો અંત આણ્યો. તો આ વાર્તા ખૂબ જ દુઃખદ છે અને આ ઐતિહાસિક ઈમારત રાણી રૂપમતીના મંડપને જોઈને આપણને આ દુઃખદ વાર્તા યાદ આવે છે.
માંડું એ ઊંચાઈ પર સ્થિત છે એટલે કે પહાડ પર છે. જ્યાં પહોંચવા માટે સત વિકટ દરવાજાઓ વટાવવા પડે છે. રસ્તામાં આદિવાસીનો ભય ! અમારી એ ભૂલ જ હતી કે અમે રાત્રે એટલે કે ૧૦ પછી માંડું પહોંચ્યા હતા. આમ તો નાનકડું જ ગામ છે પણ ઐતિહાસિક સ્મરકોને લીધે તેનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. પણ જોઈએ એવો નહીં.
બાલસીનોરના મિત્રોને આનંદ થાય તેવી વાત અમારું કુટુંબ અને બે મિત્ર પ્રોફેસરો અને એક ક્લાર્ક અને એક ખાસ મિત્ર જીપમાં બાલાસિનોરથી માંડું આવ્યા હતાં રસ્તામાં બાધ ગુફા ચિત્રો જોઈ અને રાજા ભોજની નગરી ધાર – ધારા નગરી જોઈને ધારથી જ ડાબી બાજુએ રસ્તે વળીને માંડું લગભગ ૨૫ જ કિલોમીટર જ છે. રસ્તો ભુજ મસ્ત એટલે કે પહાડી છે. પછી જ માંડુ પહોંચ્યા હતાં
આ રૂપમતી મહેલ એ માંડુંનું હાઈએસ્ટ પોઇન્ટ છે અહીંથી મૈયા નર્મદાના દર્શન કરવાં એ એક લ્હાવો છે. આ મહેલમાં જવા માટે ઘણાં પગથિયાં ચડવા પડે છે.
આનો ઇતિહાસ એ મને પિતાજીએ નહોતી કહ્યો મેં જ એમને અને સાથીઓને કહ્યો હતો. એ જ્યારે નજરે જોયો ત્યારે આ કરુણ વાર્તા મારાં મનમાં એટલી ઘર કરી ગઈ હતી કે હું બહુ જ રડ્યો અને ત્યારે કસમ ખાધી હતી કે હવે કોઈ આદમખાન ભારતીય ઇતિહાસનો કરુણઅંત નહિ લાવી શકે ! સાચો ઇતિહાસ તો હું જ બહાર લાવીશ.
પિતાજીને મેં આ વાત કરી ત્યારે એમણે મને આશીર્વાદ આપ્યાં હતાં ——- વિજયી ભવ !
હું સાલો એવો કમનસીબ અને આળસુ કે પિતાજીની હયાતીમાં હું આ વચન ન નિભાવી શક્યો પણ આજે પિતાજી નથી રહ્યાં ત્યારે હું નિભાવુ છું. આમારો આ પ્રવાસ સન ૧૯૮૬મા કર્યો હતો. આજે આ ફોટો જોયો અને મને એ વાત યાદ આવી ગઈ. એટલે થયું કે લવ લખું !
માંડુ પર વિગતે લેખ લખીશ એ મારો વાયદો છે ! માંડુ વિશે કોઈ ગલતફેમીમાં ના રહેતા એનો અંત મુગલકાળ પછીના મુસ્લિમ શાસકોએ જ આણ્યો છે. ધારની સચ્ચાઈ પણ જાણું છું કે રાજા ભોજના ઘણાં ગ્રંથી મેં ત્યાં જોયા છે ! એમના નામ પર કોણે ચરી ખાધું છે એ વાત ગુજરાતના ઇતિહાસમાં કરીશ ! બાકી માંડુ એ પુસ્તકો કે અભિલેખોનું મોહતાજ નથી. ખાતરી કરવી હોય તો એક વાર તો જાઓ માંડુ.
માંડુંમાં એક નીલકંઠ મહાદેવ મંદિર પણ છે જાણો છો એ કોણે બંધાવ્યું હતું ? મહાન રાજા બાજીરાવ પેશ્વાએ ! ઇતિહાસ આ વાત આગળ કરવાનો જ નથી કારણકે એને જ ખબર નથી આની, આ બધું લખવું’તું માંડુ પરના લેખમાં ચલો કઇ વાંધો નહીં આને આવનારા વર્ષમાં જે લેખ લખવનનો છું એનો અણસારો સમજી લેજો. બીજી ઘણી વિગતો આપીશ એમાં કારણકે જો હું ૮૬માં પ્રોફેડરો અને પિતાજીને ઇતિહાસ શીખવાડી શકતો હોઉં તો જરા વિચારો કે આજે હું કેટલો પરિપક્વ હોઉ ! આ મારો ઇતિહાસ લેખ નથી આ એક સંસ્મરણ લેખ જ છે, ઇતિહાસમાં અંગતતતા ન ચાલે એટલે એ હું માંડુમાં જ આપીશ.
છોડો બીજું બધું માંડું ક્યારે જાઓ છી એ કહોને ! નામ બાજીરાવનું દીધું છે અને મહાદેવની બહુ માનતા છે એટલે હું જરૂર કહીશ.
!! હર હર મહાદેવ !!
– જનમેજય અધવર્યું
Leave a Reply