રાજા લલિતાદિત્ય, મુક્તાપિડ
#રાજા_લલિતાદિત્ય_મુક્તાપિડ
ઘણો લાંબો લેખ આ અગાઉ લખેલો જ છે, પણ વાંચવાની તસ્દી કોઈએ લીધી જ નથી.
લેવી જોઈતી હતી ? આ કોઈ વાર્તા તો નથી જ, ઇતિહાસ છે ભાઈ ઇતિહાસ!
એમના વિશે પ્રમાણભૂત માહિતી એ કલ્હણના આધારભૂત ગ્રંથ જે ઇતિહાસનો મોસ્ટ ઓથેન્ટિક ગ્રંથ ગણાય છે ભારતમાં તેમાંથી મળી રહે છે. આ ગ્રંથ એ ઇસવિસનની ૧૨મી સદીમાં રચાયેલો છે. આ સિવાય ઘણાં મંદિરોના અવશેષો આજે એમની વીરગાથાઓની ચાડી ખાતાં અડીખમ ઊભાં છે ! આ પુરાતત્ત્વીય પુરાવાઓને નજર અંદાજ કરી શકાય એમ જ નથી !
મે ત્રણ ભાગમાં રાજા લલિતાદિત્ય વિશે લખ્યું છે. પણ વેબ પોર્ટલ માટે મેં એક જ ભાગમાં એડિટ કર્યું છે. મિત્રો નવાં થયાં એટલે આટલું જ લખું છું ખાલી ! શું તમે કાશ્મીરના નાગવંશીને જાણો છો. ક્ષત્રિય રાજપૂત રાજા લલિતાદિત્યને? જેઓ કાશ્મીરમાંથી રાજ કરતા હતા! જેમનું સામ્રાજ્ય મુગલો થી પણ મોટું હતું.
વિદેશી અને કેટલાંક ભારતીય ઇતિહાસકારો એમને ભારતના સિકંદર કહે છે. સિકંદર શબ્દ મને કઠે છે કારણકે સિકંદર નહોતો મહાન કે નહોતો વિશ્વ વિજેતા ! એમને ભારતીય વિશ્ર્વ વિજેતા કહેવુ વધારે ઉચિત ગણાય !
જેમનું સામ્રાજ્ય એ આસામ, બાંગ્લાદેશથી લઈને સમગ્ર તિબેટ, પૂર્વી ઈરાન, અફઘાનિસ્તાનનો ભાગ, ઉત્તર પાકિસ્તાન, મધ્ય ચીન, મધ્ય એશિયાના ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન, દક્ષિણ કિરંજસ્તાન, દક્ષિણ પશ્ચિમ કઝાકિસ્તાન અને તુર્કસ્તાન સુધી વિજય મેળવ્યો હતો. જેનું સામ્રાજ્ય મધ્ય ભારત સુધી ફેલાયેલું હતું!
આ મહાન રાજાએ પંજાબ અને જમ્મુ-કાશ્મીર જીતવાના મોહમ્મદ બિન કાસિમના સપનાને બરબાદ કર્યો હતો.આવા અદભુત કરિશ્માકાર રાજાને કોઈ જાણતું નથી, જેમણે તેને માર માર્યા પછી ભાગી જવા મજબૂર કર્યો!
સમગ્ર ભારત માટે શરમજનક બાબત છે કે આરબોને કાશ્મીર અને પંજાબમાંથી ભગાડનાર બહાદુર યોદ્ધાને કોઈ ઓળખતું નથી, જેના કારણે ઈસ્લામિક આક્રમણકારો ૨૫૦+ વર્ષ સુધી કાશ્મીર અને પંજાબમાં ફરી પ્રવેશવાની હિંમત પણ કરી શક્યા ન હતા!
તેઓ ભારતના એવાં બહાદુર યોદ્ધા છે જેમણે ચાર વખત ઉઝબેકિસ્તાન જીત્યું, ઉઝબેકિસ્તાનના સુલતાને ચાર વખત બળવો કર્યો અને રાજા લલિતાદિત્યએ તેના બળવાને ચાર વખત કચડી નાખ્યો અને સુલતાનને ચાર વખત હારવું પડ્યું,
આ ઉઝબેકિસ્તાન છે. મુઘલ અને તૈમૂર મુસ્લિમ આક્રમણકારો ક્યાંથી આવ્યા! તેઓ અહીંથી જ આવ્યાં હતાં! આવા બહાદુર નાગવંશી રાજાને ભારતીય ઈતિહાસના પુસ્તકોમાં સ્થાન મળ્યું નથી!
જેમણે શાળા-કોલેજના પુસ્તકો લખ્યા….. ઇતિહાસ ભણાવ્યો પીએચડીના ગાઈડ બન્યાં તેમણે ડૂબીને મરી જવું જોઈએ! હે બાળકો, ઇતિહાસ પચાવવાની નથી તમારી કોઈ હિંમત કે નથી તમારી કોઈ આવડત ! કાશ્મીર જોયાં વગર કે અનુભૂતિ કર્યો વગર કશુજ ન લખાય, આ મારો જવાબ છે ઘણાં બધા અક્કલના ઓથમિરોને !
હું અભ્યાસી ઇતિહાસ લેખક છું, સાથે સાથે હું ઘણીબધી જગ્યાએ ફર્યો છું. એ ઇતિહાસનો તો હજી બહુ વાર છે, સત્ય ચાબખા સઠેટો એમાં જ ઉજાગર થશે ! તે પચવવાની અને સ્વીકારવાની તૈયારી રાખજો સૌ…
– જનમેજય અઘ્વર્યુ
Leave a Reply