કાશી – બનારસ – વારાણસી
#આપણો_મંદિર_વારસો
કાશી વિશે તો ભાગ્યે જ કોઈ અજ્ઞાત હશે. કાશી – બનારસ – વારાણસીનું નામ આવે એટલે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ યાદ આવે જ આવે, ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવાં હશે કે જેણે ભારતનું આ અભૂતપૂર્વ જ્યોતિર્લિંગના દર્શન ના કર્યા હોય કે પૂજા અર્ચના કરી હોય.
મેં વારાણસી ૨ વખત જોયું છે. હું નસીબદરતો ખરો જ કે બીજી વખતના વારાણસી પ્રવાસમાં શ્રાવણ મહિનાના સોમવારે પૂજા અર્ચના કરી. બીલીપત્રો ચડાવતાં શિવ મહિમન સ્તોત્રનો પાઠ પણ કર્યો હતો.
આજે એ યાદ કરી પોરસાઉ છું, વારાણસી આધુનિક શહેર બન્યું છે. પણ પૌરાણિકતા જરાય ઓછી નથી થઈ મંદિરને પણ નવો ઓપ આપવામાં આવી રહ્યો છે એ જાણી અતિઆનંદ ! વારાણસી પર અને કાશી વિશ્વનાથ મંદિર પર એક દીર્ઘ લખવો જ છે.
પણ એ પહેલાં ટુંકનોંધ — કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનો ઉલ્લેખ તો સ્કંદ પુરાણના કાશી ખંડમાં કરવામાં આવેલો જ છે. જો કે એનો ઉલ્લેખ અન્ય પૌરાણિક ગ્રંથોમાં પણ થયેલો જ છે એ વિદિત થાય ! એ મંદિરના ઇતિહાસની વાતમાં વિગતે આવશે કે આ જ્યોતિર્લિંગની સ્થાપના કોણે અને કેવી રીતે કરી હતી તે! લોકો કયા મંદિરને ઓળખે છે ?
ઇતિહાસની શરૂઆત થઇ ત્યારે તે મંદિર કેવું હતું એનાથી પણા આપણે અજાણ જ છીએ, થોડો ઇતિહાસ મળે છે પણ એ મંદિરનો નહિ એ કોણે કોણે તોડ્યું તેનો જ સ્તો ! કાશી વિશ્વનાથનું મૂળ મંદિર સૌ પ્રથમવાર તૂટ્યું કુતબુદ્દીન ઐબકના હાથે ઇસવીસન ૧૧૯૪માં, જ્યારે એણે કનૈજના રાજાને હરાવ્યો હતો ત્યારે વિજયના નશામાં અને ઇસ્લામ ધર્મના ફેલાવા માટે તેણે આ દુષ્કૃત્ય કર્યું હતું.
ગુજરાતના ઇતિહાસમાં પણ તેણે આવું જ દુષ્કર્મ કર્યું હતું. હવે કનૌજના રાજા અને ગુજરાત પરના આક્રમણ વખતે આ ઐબકે એ તો સુલતાન મહંમદ ઘોરીનો સરસેનાપતિ હતો. ઘોરી તો ગયો પૃથ્વીરાજ જેવાં મહાન રાજાને હણીને પછી ગુલામ વંશ શરૂ થયો અને ઐબક પણ ગયો.
પણ ઇસવીસન ૧૧૯૪ પછી થોડાંક જ વર્ષોમાં આ તૂટેલા કાશી વિશ્વનાથ મંદિરની જગ્યાએ ત્યાં રઝીયા mosque બન્યો. અરે બન્યો નહીં પણ બનાવી દેવામાં આવ્યો. પણ તે લાબું ટક્યો નહીં ! ઇસવીસન ૧૨૩૦માં કોઈ ગુજરાતી વ્યાપારીએ સુલતાન ઇલતુમિશના સમયગાળા દરમિયાન ત્યાં એટલે કે વારાણસીમાં એ જ જગ્યાએ મંદિર પાછું બનાવ્યું. હે સોલંકી યુગના વિરોધીઓ સુનો રે ….
જો ઇલતુમિશે ગુજરાત પર આક્રમણ કરી મંદિરો તોડ્યા હોય તો આ થિયરી એ ખોટી ઠરે છે, ગુજરાતના જ વેપારી જો સુલતાન ઇલતુમિશના સમયમાં છેક વારાણસીમાં જઈને મંદિર બંધાવી શકતા હોય તો ગુજરાતમાં કેમ નહીં ! ઇલતુમિશની પરવાનગી વગર તો આ શક્ય ના જ બને ને !
ગુજરાત પરના આક્રમણો શકના દાયરામાં જ છે. એની વાત એ વખતે ! મારૂં તો સ્પષ્ટ માનવું છે કે ઇલતુમિશના સમયમાં ગુજરાતમાં પણ સોમનાથ સહિત ઘણાં શૈવ મંદિરો ફરી બંધાયા હતાં. આ વાત હું ગુજરાતના ઇતિહાસમાં કરી જ ચુક્યો છું.
વાંચજો બધાં શાંતિથી એ ! કાશી વિશ્વનાથ મંદિર ફરી પાછું તૂટ્યું, પણ એનો ચોક્કસ સમય નિશ્ચિત થઈ શકતો નથી. કદાચ એ હુસૈન શાહ શરકી (ઇસવીસન ૧૪૪૭-૧૪૫૮) કે સિકંદર લોઢી(ઇસવીસન ૧૪૮૯ – ૧૫૧૭)ના સમયગાળા દરમિયાન તોડવામાં આવ્યું હોય એવું એક અનુમાન અવશ્ય બાંધી શકાય ! અકબરના નવ રત્નોથી તમે બધાં પરિચિત જ હશો.
રાજા માનસિંહ અને રાજા ટોડરમલના નામથી સૌ પરિચિત જ છો. રાજા માનસિંહે આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ફરીથી બંધાવ્યું, તો રાજા ટોડરમલે એ મંદિર મૂળ સ્વરૂપે અને મૂળ જગ્યાએ ઇસવીસન ૧૫૮૫માં બંધાવ્યું. છેવટે ઔરંગઝેબે ઇસવીસન ૧૬૬૯માં આ મન્દિર ફરી પાછું તોડ્યું. આ વખતે આખું મંદિર તોડ્યું અને જોડે જોડે પવિત્ર અને પૌરાણિક લિંગ પણ નષ્ટ કર્યું. ઔરંગઝેબ આટલેથી અટક્યો નહીં એ નાપાકે ત્યાં જ્ઞાનવ્યાપી Mosque એ જ જગ્યાએ બંધાવ્યો. તેના પાયામાં મંદિરના અવશેષો આજે પણ દ્રષ્ટિગોચર થાય છે. જેનો પાછલો ભાગ અને થાંભલાઓ આ મોસકને અફીને જ આવેલા છે.
ઔરંગઝેબ પછીના નબળા મુગલ શાસકોનો મહાન બાજીરાવ પેશ્વાએ ભારતના લોકોને ભયમુક્ત કર્યા અને મુસ્લિમોથી વારાણસી સહિત ગુજરાતના લોકોને બચાવ્યા અને કરવેરા પણ માફ કર્યા. વારાણસીના વિકાસની શરૂઆત જ બાજીરાવ પેશ્વાએ ક્રિહતીએમ ચોક્કસપણે કહી શકાય તેમ જ છે.
સાન ૧૮૨૮માં બૈઝાબાઈ જેઓ ગ્વાલિયર રાજ્યના સિંધિયા રાજા દૌલતરાવના વિધવા હતાં તેમણે નાના છાપરાંવાળો એક ઓરડો એટલે કે ગૃહ- પરિસર બંધાવ્યું જેમાં ૪૦ જેટલા સ્તંભો પણ બનાવ્યા જે આજે પણ જોઈ શકાય છે અને સ્થિત છે.આ જગ્યા એટલેકે જ્ઞાનવ્યાપી જ હતી.
ઇસવીસન ૧૮૩૩થી ઈસવીસન ૧૮૪૦ દરમિયાન એમણે જ્ઞાનવ્યાપી કુવાને વાડથી સુરક્ષિત કરી અને વારાણસીના પવિત્ર ગંગા ઘાટ પર અસંખ્ય મંદિરો બંધાવ્યા. તેમના આ નેક અને ઉમદા કાર્યમાં ભારતના અને ભારતીય ઉપખંડના
અનેક રાજાઓએ યથાશક્તિ મદદ કરી અને પૂરતું યોગદાન પણ આપ્યું. માત્ર રાજાઓએ જ નહીં પણ ભારતવર્ષના કુટુંબોએ પણ આમાં ખૂબ મદદ કરી હતી, આ રીતે મંદિર વિશાળ બન્યું હતું અને વારાણસી શહેરનો વિકાસ થયો હતો.
ઇસવીસન ૧૮૩૫માં મહાન શીખ રાજવી રણજીતસિંહે પોતાની પત્ની મહારાણી દાતાર કૌરના માનમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ના શિખર માટે ૧ ટન સોનું પણ આપ્યું હતું. ઇસવીસન ૧૮૪૧માં નાગપુરના રઘુજી ભોંસલે તૃતીયે ઘણી બધી ચાંદી મંદિરને ભેટમાં આપી હતી. તો નેપાળના મહારાજા એ એ જ ફૂટ ઊંચો નંદી પથ્થરનો બનાવડાવી આપ્યો હતો, એમ કહેવાય છે કે આ નંદી નેપાળના રાજાએ ઇસવીસન ૧૮૬૦ની આસપાસ બનાવડાવી આપ્યો હતો. આમાં કઈંક ખોટું હોય એમ મને તો લાગતું નથી જ ! તો પણ કેટલીક વાર્તાઓ છે
ઇતિહાસની ઘણી થિયરીઓ ખોટી પફે છે, સત્ય હજી બહાર આવવાનું બાકી જ છે. એ સત્ય ઉજાગર થશે દીર્ઘ લેખમાં…
ત્યાં સુધી અસ્તુ 🚩
ॐ નમઃ શિવાય
🙏🕉️ હર હર મહાદેવ 🕉️🙏
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply