કકનમઠ મંદિર – મધ્યપ્રદેશ
ભારતના ઘણા મંદિરો રહસ્યમયી છે. કેટલાંક મંદિરો ચમત્કારીક પણ હોય છે, ભારતના ઘણાં રહસ્યમયી મંદિરી વિશે આપણે કશું જાણતા પણ નથી હોતાં. આ તો ઈન્ટરનેટ અને સોશિયલ મિડિયાના વધતાં જતાં પ્રભાવને કારણે આપણે આવાં મંદિરો વિશે જ્ઞાત થઈએ છીએ.
ભારતના ઇતિહાસમાં ગ્વાલિયર – ચંબલ સંભાગમાં સ્થિત એક એવું રહસ્યમયી મંદિર સ્થિત છે જેના વિશે જાણીને તમે પણ હેરાન થઈ જશો. ચલો …. એ મંદિરનું નામ પણ આપી દઉં, એનું નામ છે કકનમઠ મંદિર. એવું કહેવાય છે કે આ મનદીરનું નિર્માણ માણસોએ નહીં પણ ભૂતોએ કર્યું હતું. આ મંદિરના નિર્માણ માટે ભગવાન શંકર દ્વારા જ ભૂતોને આદેશ આપવામાં આવ્યો હતો. આ મંદિર પૂરું નથી બન્યું. એ અધૂરું છે, આ મન્દિરની ખાસ વિશેષતા એ છે કે આ મંદિર ચુના અને ગારા સિવાય બનેલું છે.
બીજું કે બહુ મોટી આંધી અને તુફાનમાં પણ એ ખન્ડિત નથી થયું, કોઈ આક્રમણકારીઓને આના વિશે કશી જ ખબર હતી નહીં એટલે આજે પણ હજારો વર્ષ પછી પણ એ અખંડિત રહ્યું છે. કકનમઠ મંદિર સાથે જોડાયેલી ઘણી કિવદન્તિઓ પ્રચલિત છે. કેટલીક કથાઓ પ્રમાણે આ મંદિરનું નિર્માણ અગિયારમી શતાબ્દીમાં થયું હતું. જેને કછવાહા વંશના રાજા કીર્તિએ પોતાની પ્રિય પત્ની માટે બનાવડાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે રાણી કકનાવતી ભગવાન શિવજીની બહુ મોટી ભક્ત હતી
તો કેટલીક વાર્તાઓમાં આને ભૂતોનું મંદિર પણ કહેવામાં આવ્યું છે. આની પાછળ નું કારણ એ છે કે – આ મંદિર ભૂતો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ હજારો વર્ષ પુરાણા મંદિરનું નિર્માણ માત્ર એક જ દિવસમાં કર્યું હતું. આ રહસ્યમયી મંદિરનું નિર્માણ એક દિવસ પછી જ્યારે સવાર પડી ત્યારે ભૂતો આ મંદિર અધૂરું છોડીને જતાં રહ્યાં પછી પાછાં આવ્યા જ નહીં. ઐતિહાસિક દ્રષ્ટિકોણથી આ વાત ઘણી અટપટી લાગે તેવી છે.
જ્યારે વૈજ્ઞાનિકોએ આ મંદિરનું નિરીક્ષણ કર્યું તેઓ પણ હેરાન – પરેશાન થઈ ગયાં કે વિના ચુનો અને ગારો વાપર્યા વગર આ પથ્થરોની ગોઠવણી કરી કેવી રીતે હશે? આ મંદિર ઊંચું પણ છે અને એનું સ્થાપત્ય વિશિષ્ટ છે કે એ હજારો વર્ષથી ટસનું મસ નથી થયું.
જોકે આ મંદિર ને દુનિયાની સત અજયબીઓમાં સ્થાન નથી મળ્યું. પણ આ આ મંદિર એક પોતાનું અલગ જ અસ્તિત્વ અને રહસ્ય લઈને ઉભું છે.
જે જે પર્યટકો ત્યાં જાય છે તે જોતો જ દિગ્મૂઢ બની જાય છે.
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply