તુમ રૂઠી રહો,મેં મનાયા કરું, ઇન અદાઓ પે ઔર પ્યાર આતા હૈ.
ગીતમાં સાંભળવું બહુ સારું લાગે છે….
પરંતુ કોઈ નાની વાતોમાં કાયમ રિસાઈ જાય તો
વારેવારે મનાવવું કોઈને ગમતું નથી, એ પ્રેમી હોય પતિ, સંબંધી કે મિત્ર.
જરૂરી નથી ઝગડા કે અબોલામાં કાયમ એકની જ ભૂલ હોય.
તો શા માટે એકજ વ્યક્તિએ સમાધાન માટે હાથ લંબાવવો. પોતાની વાત કે મુદ્દાને જીદ ના બનાવતા બંને પક્ષે સમાધાનની ભાવના એક સરખી હોવી જોઈએ પછી એ ગમેતે સંબંધ હોય.
બળજબરી પોતાની મરજી મુજબ વાત મનાવવામાં વાતનું કાયમી નિરાકરણ આવતું નથી.
કોઈપણ સાથે બોલચાલ બંધ થઇ હોય તો ઈગો ભૂલી એક વખત પહેલ જરૂર કરવી જોઈએ. લાગે કે સામે વાળા ઉપર કોઈ ફર્ક નથી પડ્યો તો જરૂરી સમય આપવો જોઈએ. અહી સમય મર્યાદા પણ મહત્વની છે.
વધારે પડતો સમય કાયમી દીવાલ પણ ચણી શકે છે, એનો ખ્યાલ રાખવો જરૂરી છે.
અંગત સંબંધોમાં ચર્ચાઓમાં પડ્યા વિના નાનીમોટી ભૂલ હસતા સ્વીકારી લેવામાં મઝા છે. આમ કરતા ઉપરની પંક્તિ પ્રમાણે પ્રેમ વધે છે. પરંતુ કાયમી હા માં હા કરવાથી લાંબા સમયે પાર્ટનર જીદ્દી કે સ્વાર્થી પણ બની શકે છે.
જેની માટે લાગણી કે પ્રેમ હોય તેની બધી ભૂલો માફ પરંતુ તેના અવગુણ પોષવા એ મુર્ખામી છે. આમ કરતા બંનેનું નુકસાન થાય છે.
– રેખા પટેલ





Leave a Reply