આ આપણી છેલ્લી પેઢી,
જયાં હજુ પણ મા બાળોતિયાં સીવે,
આંખમાં બાળકની કાજળ આંજે,
કાળા ટીલા કરી કપાળે સંકટથી બચાવે…
આ આપણી છેલ્લી પેઢી,
બાળકના સ્વાસ્થ્ય કાજ મા માનતા માને
ભૂખી રહી એ ઉપવાસ કરે,
મુઠ્ઠીમાં ભરીને મીઠું બુરી નજર ભગાડે…
આ આપણી છેલ્લી પેઢી,
સોશ્યલ મીડિયા ઉપર ના એકાઉન્ટ મળે,
મા યુ ટ્યુબમાં તોય ભજન સાંભળે,
દુનિયા જુવે, દર્શન સુખ માણે…
આ આપણી છેલ્લી પેઢી,
પાણિયારે દીવો પ્રગટાવી
સાડલો પહેરતી,રોટલાં ઘડતી મા,
જોઈ નયનસુખ પામે,એ જુજ મળશે જોવા.
– રેખા પટેલ
Leave a Reply