કોઈ દિલથી ઉતરી ગયા,
કોઈ કહ્યાં વિના દિલમાં ઉતરી ગયા,
અજાણતાં બહુ મળ્યા,
ને ચાહ હતી એ દીલ ચીતરી ગયા.
દરીયા કાંઠે તરસ્યાં રહ્યા,
કોઈ ઝાઝવાં પીને બહુ જીવી ગયા.
ભીડમાં હસતાં મળતા ચહેરા,
ભરી એકલતામાં નીતરી ગયા.
કોઇ ભરચોમાસે વરસ્યા નહિ,
કોક કમોસમી વરસી પડ્યા,
વેણ કડવાં કહ્યા વિના,
એ અળગા રહી હૈયું કોતરી ગયા.
આંખ ખુલીને ઉડ્યા સપનાં,
થોડાં થઈ અહલ્યા રહી ગયા.
ફૂલ સુવાસ બની સચવાઇ ગયા,
કાંટા સામે રહી તરસી ગયા.
– રેખા પટેલ
Leave a Reply