ઉંમરની આછી અસર વર્તાય, અને તોય ચહેરે રોનક જણાય છે.
છે કમાલ સોબતની દોસ્તો જે જીવનમાં ગુણાંક બની ઉમેરાય છે
બચપણ તો સાવ છૂટી ગયું જે હવે યાદોમાં પણ ભૂંસાય છે
અંદરનું મન હજુ પણ બાળક છે જે તમારા થકી તો હરખાય છે.
આપવા મુકવાની ક્યાં કોઇને જરુર,સહુ પાસે સઘળું ભર્યું છે,
અંતરના અગાધ જળ ઊંડા, જે બસ સાથ સ્નેહ થકી ઉભરાય છે.
ના પારકાં, સંબંધો ના લોહીના, નિભાવે સાથ દિલથી એ આપણાં ,
સંકટમાં આપે હાથ તેને હૈયે ધરાય, બીજાને પ્રણામ કહેવાય છે.
સાથ અને હાથ તમારો પામવા જ લંબાવું હાથ હું વારંવાર,
બાકી મોહ માયા મિથ્યા માનવાની આદત મારી વખણાય છે.
– રેખા પટેલ
Leave a Reply