Weekend Special સાચી મિત્રતા એટલે ?
આપણે જેમને જાણીયે છીએ, ઓળખીયે છીએ રોજબરોજની વાતો થાય એજ કે પછી જેઓને જાણતા ઓળખતા નથી છતાં રાહમાં સાથે હોવાની પ્રતીતિ કરાવે, પ્રગતિમાં ખુશ થાય કે પછી આડકતરી રીતે પણ આગળ વધવા કારણભૂત બને!
મિત્રતા વિષે લખવું એટલે ગ્રંથ ભરાય. પરંતુ આજે ટૂંકમાં અજાણ્યાં એટલે કે આજનાં સોશ્યલ મીડિયામાં મિત્રો વિશે ટૂંકમાં લખું છું, જેમની સાથે અંગત ઓળખાણ ના હોવા છતાં દરેક કલાપ્રેમી જીવ માટે મહત્વનાં સાબિત થાય છે.
આવા મિત્રો, ફોલોઅર્સને કારણે કોઈ પણ કલાકારને આગળ વધવા પ્રોત્સાહન મળે છે.
કેટલાક વિચારે કે આવા મિત્રો ખોટી વાહવાહ કરી રાહ ભુલાવે. પણ હું નથી માનતી. રાહ ભુલવી એ દરેકની પોતાની નબળાઈ છે.
સામે પક્ષે એકલતાનો સામનો કરતી વ્યક્તિને દૂર રહીને પણ માનસિક સંગાથ પૂરો પાડે છે. કોઈના મનમાં કોઈ પહોંચી સકતું નથી તો સાચવણી દરેક જગ્યાએ મહત્વની છે.
બાકી અત્યારનાં સમયયમાં સાચા મિત્રો જે તમારી પ્રગતિમાં ખુશ થાય ગૌરવ અનુભવે તેવા આંગળીના વેઢે ગણાય એટલાજ હોય છે.
દરેક ક્ષેત્રમાં પ્રોત્સાહનનું પીઠબળ જરૂરી છે. તેમાંય જ્યારે પૈસા કરતા કલાનું મહત્વ હોય ત્યારે મિત્રો, ફોલોઅર્સના સાથ સહકારની ખાસ જરૂર પડે છે. કારણ ક્યારેક લાગે કે મહેનતનાં બદલામાં કોઈ યોગ્ય વળતર મળતું નથી. ત્યારે આવું પીઠબળ એવી સંવેદનાને તૂટતી રોકે છે, આગળ વધવા બળ પૂરું પાડે છે.
ફેસબુક મિત્રો જેમને વાંચવું ગમે છે. આપણાં વિચારો ગમે છે તેવા મિત્રો ભલેને ફેસબુકનાં ફ્રેન્ડ લિસ્ટમાં નથી હોતા કે આપણે સીધો કે પરોક્ષ કોઈજ પરિચય નથી, છતાં પણ વાંચીને યોગ્ય પ્રતિભાવ આપે છે.
એક લેખક માટે વધુ લખવા કે સારું લખવા આવો સાથ જરૂરી બની જાય છે. આમ એક વાર નથી બનતું. લાંબા સમય સુધી ફોલોઅર્સ તરીકે ચુપચાપ મિત્રતા નિભાવતા હોય છે.
આવા દરેકને મારા હૃદયથી પ્રણામ 🙏
– રેખા પટેલ ✍🏼
Leave a Reply