અનિન્દ્રા
અનિન્દ્રા, રાત સાથે દિવસને પણ ખોરવાઈ નાખતી સમસ્યા. રાત દિવસનું ચક્ર કુદરતે એમ નથી બનાવ્યું. દરેક સમયનો ઉપયોગ યોગ્ય રીતે થવો જોઈએ. અનિન્દ્રા એક સામાન્ય સ્લીપ ડીસઓર્ડર જેમાં ઉંધવામાં ખુબ મુશ્કેલી પડે છે. અથવા તો બે ત્રણ કલાક પછી ફરી ઊંઘ આવતી નથી. જેના મુખ્ય કારણો છે સ્ટ્રેસ, તનાવપૂર્ણ જીવન નોકરી અથવા સામાજિક સંબંધોમાં ટકરાવ મહત્વનો ભાગ ભજવે છે. ક્યારેક વધારે પડતી મુસાફરી, દિવસ રાતના ચક્રને ફેરવી નાખે છે. જેના પરિણામે સ્વસ્થ ઊંધ લઇ શકાતી નથી.
દિવસભરના રોજીંદા કાર્યો પછી રાત્રે પથારીમાં લંબાવતાની સાથે બાળકની માફક નચિંત બની ઘસઘસાટ સુઈ જનાર વ્યક્તિ નશીબદાર હોય છે. સામે પડખા ફેરવી ફેરવીને થાકી જનારાનો બીજો દિવસ પણ થાક અને બેચેનીભર્યો રહે છે. ચોવીસ કલાકમાં સાત આઠ કલાકની ઊંઘ એ માત્ર શારીરિક માનસિક રીતે જરૂરી અને મહત્વની છે. આજનું દરેકનું જીવન લગભગ માટે દોડાદોડી અને ટેન્શન ભર્યું છે. આવા વખતે અનિન્દ્રાનો રોગ સામાન્ય બનતો જાય છે. જેના પરિણામે ડીપ્રેશન જેવા બીજા રોગોને ઘર કરતા વાર નથી લાગતી.
ઊંઘ પૂરી નાં થાય તો તેની અસર સ્વસ્થ ઉપર અને કાર્યદક્ષતા ઉપર પડે છે. સ્વભાવમાં ચિડીયાપણું અને વિચારોની અસ્થિરતા વધી જાય છે. આ સાથે કેટલીય તકલીફો વધી જાય છે. આ મુશ્કેલીઓને રોકવા માટે અનિન્દ્રાનું કારણ જાણવું જરૂરી છે.
સુવાના સમય પહેલાની પ્રવૃત્તિઓ આ ઉપર અસર કરે છે. સુતા પહેલા ઉત્તેજક ટીવી પ્રોગ્રામ, વિડીઓ ગેમ્સ, કમ્પ્યુટર, ફોન, ઉગ્ર ચર્ચાઓ વધારે પડતું ભોજન આ તકલીફને વધારે છે. સુતા પહેલા ચા, કોફી જેવા કેફિનયુક્ત પીણાં, તમાકુ જેવા નિકોટીનનું ગ્રહણ કરવાની આદત આવી તકલીફમાં વધારો કરે છે.
દિવસભરના તાણની અસર રાત્રે એકાંતમાં વધુ ગહેરી બને છે. બહારથી શાંત લાગતું મગજ કાર્યરત રહે છે પરિણામે જ્ઞાનતંતુઓ રીલેક્સ થઇ શકતા નથી અને ઊંઘ આવતી નથી. અને આવે તો પણ ડીપ સ્લીપ હોતી નથી. સ્વપ્નાઓ અને વારંવાર જાગી જવાની તકલીફને કારણે જાગ્યા પછી પણ બેચેનીનો અનુભવ થયા કરે છે. આ બધા માટે મેડીટેશન ખુબ સહેલો અને અસરકારક ઉપાય છે. હવે તો યુ ટ્યુબ જેવા માધ્યમથી યોગ નિંદ્રા જેવા અનેક મેડીટેશન દ્વારા રાહત મેળવી રીલેક્ષ બની શકાય છે. શાંત મને સુવાની તૈયારી કરતા ઊંઘ પણ સ્વસ્થ આવે છે.
બજારમાં ક્રોનિક અનિન્દ્રા માટે અલગ દવાઓ મળે છે. જેના કારણ જ્ઞાનતંતુઓ રીલેક્ષ થતા શાંતિનો અનુભવ થાય છે. પરંતુ રોજ માટે આ યોગ્ય નથી.અનીન્દ્રા સાથે ઘણા રોગો પણ જોડાએલા હોવાના કારણો મળે છે. કેન્સર, ડાયાબીટીસ, વધારે પડતો થાઇરોડ, પેટ સબંધિત સમસ્યાઓ, પાર્કિન્સન્સની શરૂવાત આ બધા રોગો અનીન્દ્ર સાથે ક્યાંકને ક્યાંક જોડાએલા હોય છે માટે આ તકલીફ વધારે વધતા ડોક્ટર પાસે જવું જોઈએ.
સ્ત્રીઓમાં આ તકલીફ વધારે જોવા મળે છે. માસિક ચક્ર અને મેનોપોઝના સમય દરમિયાન અનીન્દ્રા ખુબ તકલીફ આપે છે. હોય ફ્લેસ અને માનસિક તણાવ આ બીમારીને ચરમસીમાએ લઇ જાય છે.
શિવાની શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ યુવતી હતી. બહોળા કુટુંબમાં રહેતી હોવાને કારણે દિવસ દરમિયાન ખુબ કામ રહેતું, દરેક કામ એ હસતાં કરતી સહુને પ્રિય હતી. ગમે તેવા સમયમાં પણ રાત્રે સાત આઠ કલાકની ઊંધ આરામથી લઇ લેતી. પરિણામે સવારે ઉઠાતાની સાથે પ્રફુલ્લિત રહેતી.
પચાસે પહોચતા તેને મેનોપોઝની તકલીફ શરુ થઇ ગઈ. એ સમય દરમિયાન થતા ફેરફારોમાં અનિંદ્રાની તકલીફ સહુથી અસરકારક પુરવાર થઇ. બહુ પ્રયત્નો પછી માંડ બે ત્રણ કલાક સુઈ સકતી હતી. આથી બીજો દિવસ ખરાબ જતો. ધીમેધીમે આળસુ અને ચીડિયાપણું તેનામાં વધવા લાગ્યું. કોઈ પણ કામ બતાવે તો અકળાઈ જતી. ખુદ પણ સાવ નીરસ થઈને ફરતી.
ઘરના બીજા સભ્યો સાથે પતિ અને બાળકો તેના આવા વર્તનથી કંટાળી ગયા હતા. બધા જાણતા હતા કે આનું કારણ તેની અપૂરતી ઊંઘ છે. ઊંઘ માટેની દવાઓ પણ ખાસ કામ લાગતી નહોતી, એવામાં ગામમાં મેડીટેશન માટેનો કેમ્પ આવ્યો. બધાની સલાહ માની તે રોજ સવારે ચાર વાગે ત્યાં જવા લાગી. પંદર દિવસમાં સવાર અને સાંજે માત્ર અડધો કલાક આ ક્રિયાઓ કરતા તેનામાં દેખીતા પરિવર્તન આવવા લાગ્યા. માત્ર માનસિક નહિ શારીરિક રીતે પણ તે એનર્જી અનુભવવા લાગી હતી.
આમ સાવ સહેલી કેટલીક યોગક્રીયાઓ પણ ખુબ અસરકારક પુરવાર થાય છે. સુવા માટે શરીરને આરામદાયક લાગે તેવા કપડા, સ્વચછ પથારી સાથે શાંત જગ્યા મદદરૂપ બને છે. બાળપણમાં સુતા પહેલા હાથ પગ ધોવાનું અને પ્રાર્થના કરવાનું પણ શીખવવામાં આવતું હતું. આ બધાનો એક અર્થ કે સ્વચ્છ મન અને તન માનસિક આરામ આપે છે.
કેટલાક લોકોને બહુ શાંત જગ્યામાં બરાબર ઊંઘ નથી આવતી. તેમની માટે અવાજ મ્યુઝીક જરૂરી બને છે. કેટલાક અંધારામાં સુતા ડરે છે તો કોઈને ડીમલાઈટ પણ નડે છે. કેટલાક બેઠાબેઠા તો કેટલાકને બધી રીતે આરામ દાયક પથારી મળે તોજ સુઈ શકે છે. દરેકની આદત અલગ હોય છે પરંતુ બધાને આરામદાયક ઉંધની જરૂર રહે છે. ખુબ નશીબદાર લોકોને ઓટલો મળે તો પણ લંબાવી દેતા ઊંધ આવી જાય છે.
– રેખા પટેલ.
Leave a Reply