જુદાઈના દર્દ થી ધાયલ હદય,
કોણ અમૃત બનીને વરસે તારા વિના.
ચુકી જવાય ધબકારો તારી યાદમાં,
કોણ લાગણીથી ભીંજાવસે તારા વિના.
યાદોનું આલ્બમ એક પાનમાં ક્યાં સમાય!
કોણ દોસ્તીની ધડકન બનસે તારા વિના.
કારણ વગર કોણ મને મનાવશે,
કોણ કારણ વીના રુઠશે તારા વિના.
સુખદ યાદોને ખુલ્લી મુકી લે મહેક સાથે.
કોણ મસ્તીની સુગંધ ઉમેરશે તારા વીના.
સંતાકૂકડી પકડાપકડીનો ના રહ્યો સમય,
કોણ બચપણ ફરી જીવાડશે આપણા વિના!
– રેખા પટેલ
Leave a Reply