ક્યારેક લાગે હસ્યાં કરે છે.
ક્યારેક લાગે રડ્યાં કરે છે.
દિલની વાતો અડધી કહીને,
પાસ આવી દુર ખસ્યાં કરે છે.
કહેવું તો હોય છે,દિલને ઘણું
એ સંતાકુકડી રમ્યા કરે છે.
જોડાજોડ ના ચાલે જાણીને,
પગલું પગલાને મળ્યા કરે છે.
હોઠ સિવાય બે મોઘમમાં,
આંખ આંખમાં ફસ્યા કરે છે.
ઝળહળતા એકાંત વચમાં
એ આઠે ટેરવાં ભળ્યા કરે છે.
આ દિલને સમજીને ગેડીદડો,
મજા કરાવી ખુદ હસ્યાં કરે છે.
– રેખા પટેલ (વિનોદિની)
Leave a Reply