કભી અલવિદા ના કહે નાં…..
જાણ નથી એ જનાર ને કે એના ગયા પછી,
જે રહી ગયું બાકી તેને ભાગ શું આવે!
અનંત ખાલીપન…જે,
ના દિવસે વ્યક્ત થાય ના રાતના એકાંતે.
એ અંતરમાં ઊંડે ઉતરી એનેજ ઘીમે કોતરતું રહે.
છતાં ક્યારેક બંધ હોઠોની ચુપ્પી પાછળ,
કે,
આંખોની ભીનાશ વચમાં ચુપકે થી તરવરી ઉઠે
ત્યારે,
એ દર્દીલા શબ્દો બની રેલાય કે પછી
ના! હું ખુશ છું બતાવી
નાચતા મોરની આંખોમાંથી ટપકતાં અશ્રુ સમું રેલાય.
વાગતી દર્દીલી ગઝલોમાં કે ભરાતા જામમાં છલકાય,
કે પછી સાવ વિપરીત
બંધ ટેપરેકોર્ડરમાં કે ડાયરીના પાનામાં
કાયમી સમેટાઈ જાય……
જાણ નથી એ જનાર ને કે એના ગયા પછી,
હસતા ફૂલોની જગ્યાએ,
ધુમ્મસનાં ગોટેગોટા ભરાઈ જાય.
જીવન સાવ બદલાઈ જાય…
– રેખા પટેલ
Leave a Reply