હો ભલે નક્કર પ્રતિમા, નાજુક પ્રીત પીગાળતી જાય.
છોડી એની સઘળી ભૂમિકા કણકણ વિખેરતી જાય.
જાણે સમજે, થશે તબાહી આ કારણ કાંઠાની ખાસ,
બંધન જગના બધા ભુલી નદી ચોમાસે ધસમસતી જાય.
છેક ઉંચે આભમાં સરકતો એ બેપરવાહ ચાંદ કેમ!
સઘળા સુખચેન લુંટાવી ચકોરી નીચે જાગતી જાય.
છાંટી ગયો ભૂરકી’કો જોગી, શાનભાન ભુલાઈ જાય,
ભીડનાં એકાંતમાં કેમ યાદ આવી વળગતી જાય.
ગૂંગળાય ભલે શ્વાસ બધા,એ કેમ કરી છોડાય એમ,
હૈયાની બધી ધમનીઓ જેના સહારે ધબકતી જાય.
– રેખા પટેલ (વિનોદિની)
Leave a Reply