એક લાગ્યો અપરાધ તમને પલભર નીરખ્યાનો
સામો વાગ્યો ધા ધસમસતો તમને ફૂલ ફેક્યાનો.
જાગીશ રાતભર તોયે શું હું બરકત લાવવાનો?
માથે આવશે વાંક બધોય બસ તમને જોયાનો.
માન્યું સપનાની વાતો છે જે એક હુંજ જાણવાનો
આંખ્યું રાતી બોલી પડી,ના જે તમને કહેવાનો.
ફરમાવો સજા તમે, જીવનભર હસતા સહેવાનો
છેક હૈયા થી શરુ કરી આંખો લગી હું રોવાનો.
આ વીત્યા પછી હજુ બીજુ કેટલું ઝીલવાનો?
એક ફૂલ,નજર ને સપનું મને આ સજા દેવાનો.
– રેખા પટેલ( વિનોદીની)
Leave a Reply