કોણે કહ્યું જીવવા માટે અધધ મજબૂરી છે
સુખદુઃખમાં સાહજિકતા રાખવી જરૂરી છે.
ખોલુ મુઠ્ઠી ભરાય ઝોળી આ આસ મારી છે.
માંગવાની આદત બુરી આટલી મગરૂરી છે.
વીતી જશે કપરી ક્ષણો એક ગમતાં સાથમાં.
સાથ કોને કેવો મળે એની જાણ અઘરી છે.
આવકારો મળે બધે એમાં કંઈ નવાઈ નથી,
પ્લાસ્ટીકના ફૂલો મહી નજાકત અધુરી છે.
મુખોટા પહેરી ગજાવતા રંગમંચને નર્તકો,
અંતમાં કેટલા યાદ રહ્યા જાણવું જરુરી છે.
– રેખા પટેલ( વિનોદિની )
Leave a Reply