જોઉં જ્યાં હું અરીસા મહી ને તુંજ ચહેરો ડોકાય
તુજ અલગારી લાગણીઓ મન ગુલાલે રંગાય.
જો હું આંસુની પરબ ભરું, તું વચમાં મને દેખાય,
કરું જો અવતરણ ગઝલની, તુ શબ્દોમાં ટંકાય
રહે સંગાથ જીવનભર તારો તો ઉત્સવ ઉજવાય,
વિરહમાં કોરા કાગળ આખા આંસુથી ઉભરાય.
આંખ મીચું ને સપનામાં પગરવ ધીમો સંભળાય,
મીઠી યાદોમાં પાંપણને વળગી કીકીઓ ઢબુરાય.
સમય છેતરે ફર્ક નહિ જો એ નજર સમક્ષ જવાય
સાથ મળે જો હાથ વિનોદે, વિનોદિની મલકાય
– રેખા પટેલ (વિનોદિની)
Leave a Reply