યાદ એને રાખતા, હું ખુદને પામતા શીખી ગયો.
સાથ એનો માણતાં ખુદને ચાહતા શીખી ગયો.
વિના એની રંગત હું તારલિયા ગણતો થયો,
એજ એનીજ સંગતમાં હું જાગતા શીખી ગયો.
ભીંતે ચિતરેલ મોર અને ભીતર વરસે ચોમાસું,
ધોમધખતાં જીવનમાં મૃગજળ માણતા શીખી ગયો.
સુખ માણ્યું પ્રતીક્ષાનું, મિલનની માંગ ભૂલી ગયો.
ચાકડે ચડતાં રહી રોજ ,ઘાટ આપતાં શીખી ગયો.
મળ્યો સાથ ફકીરીનો માંગણીઓ વિસરી ગયો.
ને મિજાજી બંદગીમાં જીવન જીવતા શીખી ગયો.
– રેખા પટેલ (વિનોદિની)
Leave a Reply