વાહ રે કુદરત !
શિયાળો માથા ઉપર છે અને ઠંડી કહે મારું કામ ,
જો પાસે એક ધાબળો હોત કામ સરત.
કઈ નહિ જોડે પછેડી તો છે.
ઝટ ધર ભેગો થવા મેં પગ ઉપાડ્યા.
પણ આ શું ?
ઓચિંતો વરસાદ તૂટી પડ્યો ” કમોસમી સ્તો ”
માથે ઉચકેલી રૂની ગાંસડી લથપથ બની.
જાણે પેલી ડાકણ પગને વળગી હોય તેમ પગ ઉપડવાનું નામ લેતા નહોતા.
વાહ ! શું તારી દયા વરસી ,જો આ વચમાં તારું ઘર આવ્યું!!
હું દોડી ભરાયો તારા ગર્ભ ધ્વારમાં.
હાશ !હવે ટાઢ ઓછી થશે. પણ એમ ક્યા એઓછી થવાની હતી!
પછેડી સાવ ભીની હતી.
મારી ભીની ઠંડી તરસતી નજર તારા ઉપર ઠરી.
તારે કેડે પીળું મઝાનું પીતાંબર ઉપર જરકસી જામો
અને ઉપર મઝાનો આ કેસરી ખેસ
આહા ! શું તારી શોભા, અહી એટલીજ ઓભા છે.
તું તો ભગવાન છે આ ટાઢ તડકાથી જોજનો દુર.
જો તું કહે તો તારો ખેસ હું ઉઘાર લઉં,
પણ તું આપે તો તે કામનું હું જાતે કેમ લઉં ?
તું કમળ છે પ્રભુ હું છું કાદવ, તને હું કેમ ખરડું ?
પવનના સપાટા સાથે તારો ખેસ ઉડીને નીચે પડ્યો.
વાહ રે કુદરત!!
– રેખા પટેલ (વિનોદિની )
Leave a Reply