જોઇ લે તું વરસાદ મારી આંખમાં
ભીંજાઇ તારી યાદ મારી આંખમાં
ખાલી કર્યુ હૈયુ બધું મે ખ્યાલમાં,
તેથી ભર્યો અવસાદ મારી આંખમાં.
સાબુત એ મારી ડાયરીની મ્હેકમાં
છે મૌનનો સંવાદ મારી આંખમાં.
અજવાશ તારો સાચવ્યો મેં ધ્યાનમાં
ઊજાશ હવે આબાદ મારી આંખમાં.
કાગળ ઉપર ચિતર્યુ બધું મેં વ્હાલમાં,
શબ્દોની છે તું દાદ મારી આંખમાં.
તું જ્યારથી બોલે ગઝલ જેવું કશું
ટહુકાની છે તાદાદ મારી આંખમાં.
-રેખા પટેલ (વિનોદીની)
ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા
Leave a Reply