આચરે
જીંદગીને સીવવા ટેભા ભરે,
દોસ્ત,સાચી દોસ્તીને આચરે.
જેને હીરાની કદર સમજાય છે,
કિંમતી સંસ્કારની કિંમત કરે.
એની મહેનતથી થયા પ્રશ્નો ઉભા,
પીઠ પાછળ એ હવે દીવા કરે.
કાલ કે’તાતા “જીતીશું” કોરોના
આજ કુદરતથી રડીને કરગરે.
જૂઠના શબ્દો “નથી કહેવત થતાં”,
હું છું સચ્ચાઈ ,મને ક્યાં ચીતરે.
હું સુખી દેખાંઉ છું એ કારણે,
કંઇ ગમો હીરા સમા છે ભીતરે.
અસ્પતાલોથી હવે સડકો સુધી,
જૂઠ કોરોના જ થઈને વિસ્તરે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply