શ્હેરના હર મોડ પર મજનું મળે,
સૌને એ ઈચ્છા કે તુ ને તું મળે.
સૌ પશુ હડતાળ ઊતરી ગયા,
ગામમાં શાયદ તને ગાડું મળે.
ચાંદ , તારાની તમે લાલચ કરો,
અમ ફકીરો પાસ સમ્જ્યા શું મળે?
નમ્રતાઓ ત્યાં અચંબામાં પડી,
પર્વતોમાં તો જુઓ બસ હું મળે!.
નળને વીનવે છે કતારે વાસણો,
શ્હેરમાં પાણી નથી આંસુ મળે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply