સમયને બાળકો કાજળ લગાડતા જોયા,
સદીનું જાંણે કે દેવું ઉતારતા જોયા.
પડેલી લાશ શા ખાટે ઊજાગરા જોયા,
પધારી આંગણે સૂરજ વિચારતા જોયા.
નગરના પાદરે ચર્ચાના બાકડાઓને,
વનોમાં જૂઠના પંખી ઉડાવતા જોયા.
હતી હાજર નજર તોપણ અવાજનાટોળા,
નકામા , ગામને માથે ઊપાડતા જોયા.
હવાઓ આપતા અગ્નિને એ જ હાથો પણ,
વિરાટ રૂપ થયું તો વિચારતા જોયા.
અમે ત્યાં મૂર્ખ ઠર્યા સાથ આપવા પાછળ,
કે ધાબે ધાબે જ્યાં થાળી વગાડતા જોયા.
હવે તો બાગમાં કંટકને બદલે પુષ્પો પણ,
મુખોને નીરખીને બાંયો ચડાવતા જોયા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply