હ્રદય પર આંગળી ચિંધ્યા કરો તો!
પહાડો પર નવા રસ્તા કરો તો!
મકાનો જેમ રંગો છો તમે મુખ,
દિલોમાં પણ ચમક પેદા કરો તો!
સવારો પ્રેમની તો ઝગમગાવી,
આ શોભે સંધ્યાએ કીટ્ટા કરો તો!
મહોબ્બત હાથમાં જો હાથ આપો,
દગો છે , હાથ તમ ઊંચા કરો તો!
સમયની ખાય છે ચાડી આ ગઝલો,
નિરાંતે શે’રને વાંચ્યા કરો તો!
અહીં સેવાય છે “શક” કોરોના છે,
જરા ડમરૂથી જન ભેગા કરો તો.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply