બેકરાર
લાગણી છે બેકરાર,
પ્રેમનો છે આ કરાર.
આંખનો આ ઇન્તજાર,
ઈશ્કનો છે આ પગાર.
વિશ્વની દુવા છું રોજ,
કોઇ ભાગ્યમાં ઉતાર.
જીભ જેમ ધારદાર,
માણસાઈ તારતાર.
હરઘડી છે રાતરાત,
હરઘડીની ક્યાં સવાર?
સત્ય એક વાયરસ,
જૂઠ એક સારવાર.
ચાર ભીત પર મકાન,
શબ્દની ઘણી દરાર.
ત્યાં જ હું છું કામયાબ,
કોઈ ઘર દે આવકાર.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply