કપડા નથી.
લૉટ રૂપિયા છે અને કપડા નથી?
લાજની આંખો ઉપર ચશ્મા નથી?
જ્યાં સુધી કદમો ગયા, રસ્તા થયા,
શહેરનું તકદીર કે સૂના નથી.
એમ તો કહેવાનું છે ,માનવજગત,
સમ ખાવા જેટલા મારા નથી.
મીડિયા પર સાવ સીધી છું ગઝલ,
ચાહનારા મારા કંઈ ઓછા નથી.
તું કહે છે પણ મને શક જાય છે,
સ્હેજ પણ મૂરખ હવે જનતા નથી.
વીશ વરસો બાદ સમજાયું આ સત્,
દિકરીઓ કંઇ સાંપના ભારા નથી.
એક શોધો લાખ મળશે માંણસો,
એટલી શોધો તો માનવતા નથી.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply