મફતમાં.
ખુદાથી શ્વાંસ પણ મળ્યા મફતમાં,
અમારૂં છે જ શું “સિદ્દીક” જગતમાં.
“સફરમાં પૂજા કરશે, ગુણ ગાશે,”
અમે આપ્યું પ્રભુને શું શરતમાં?
અમારાં ચોપડા કર્મોના ખુલશે,
તો દેખાશે જ અપરાધો બચતમાં.
મહોબત કર ભલે દિલથી હ્રદયને,
નથી ને સ્વાર્થ બન્નેની નીયતમાં!
મુકદ્દર એક પર છે, અપ્સરાનું,
ઈરાદા લાખ સૌના છે, મુરતમાં.
અજાણી કંઇ જગ્યાએ છે મહોબત,
પરંતુ બેવફા છે , આ વખતમાં.
ઘણાં રંગોમાં ખીલ્યો રક્તનો રંગ,
ભરત ભૂમિના નકશાની ભરતમાં.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply