એક આદતને ઉમ્રભર રાખો,
પ્રેમ થઈ જાય તો અમર રાખો.
માણસો કરતાં આ મશીનોને,
કહી દીધું છે અહીં નજર રાખો.
જૂઠ “મેકઅપ” કરીને પેશ કરો,
સત્યને રોજ દાવ પર રાખો.
કાચના ઘર છે તૂટતાં સંબંધ,
સંગ-લોકોથી બેખબર રાખો.
આંખને હરવખત ગમી જઇએં,
શે’રમાં એ રીતે અસર રાખો.
ભીંતને “કાન”નહિં “આંખો” છે,
રસ્તે રસ્તે હવે નજર રાખો.
યાદ આવે ખુદા સતત”સિદ્દીક”,
કંઇ વષંતોમાં પાનખર રાખો.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply