એક મુલાયમ ગઝલ
નથી મળતા.
આપણા આપણા નથી મળતા,
સ્વાદમાં ઝાયકા નથી મળતા.
કોઈ બ્હાને ખુશીથી બોલાવે,
આજ એ બારણા નથી મળતા.
જૂઠ કરતાં વધારે સત્ય કહું,
શું કરૂં ફાયદા નથી મળતા.
થઇ ગયા દૂર દૂર સંબંધો,
જે રીતે ઝાંઝવા નથી મળતા.
શહેરમાં છું કે , કોક પરદેશે,
ગામડા ગામડા નથી મળતા?
“કારવાં” લઈ લે એનું અસ્તિત્વ,
રાહબર આવતા નથી મળતા.
સ્વાર્થને ખૂબ સાચવો “સિદ્દીક”,
એમ સૌ બેવફા નથી મળતા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply