પૂષ્પ આપી અમને એ સમજાવતા,
પ્રેમ છે પુષ્કળ, પરિચય થઇ જતા.
ખૂબ સુંદર કાય તાજી રાખવા,
શોખ,કપડાં પણ ઉતારી નાખતા.
જે નીકળ્યા’તા ઓલવ્વા આગને,
એજ હાથો મળ્યા માચિસ આપતા.
ઘરની લાઈટોને ઓલવ્વી પડી,
ઘરને દિપક આજ ઊત્તમ લાગતાં.
કોરોના વેક્સિન પર ગુસ્સે થયો,
રાજકિય તહેવાર વચ્ચે આવતા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply