હમ્દે બારી તઆલા (ખુદાના વખાંણ)
અમારા દિલની ધડકન ઝીક્ર તારૂં
કરે હર એક સર્જન ઝીક્ર તારૂં.
નબીએ પાક શા રેહબર મળ્યા તો,
થયા ઉમ્મતના વર્તન ઝીક્ર તારૂં.
નમાઝો,હજ,ઝકાતો રોઝાઓ સૌ,
તને ખુશ કરતું ઉપવન ઝીક્ર તારૂં.
અહીં હીરા, ઝવેરી જામિઆના,
તિલાવત કરતા સજ્જન ઝીક્ર તારૂં.
મને ઈશ્કે – મુહમ્મદ થઇ ગયું છે,
નબીનું આખુ જીવન ઝીક્ર તારૂં.
મરણ વખતે ફરીસ્તા રૂહ જો લૈ’ લે,
તો કરશે રૂહ વર્ણન ઝીક્ર તારૂં.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
“હમ્દિયા,ના’તિયા મુશાયરા”માં રજૂ કરેલ રચના
Leave a Reply