પ્યારની વાતો કરો,ક્યારે મહોબ્બત ના કરો,
આ જમાનો એમ કે’છે સતની ઈઝઝત ના કરો.
આ ઈલાકો શાંતિનો છે જગતની આંખમાં,
નફરતોની ક્યાં જરૂરત છે સખાવત ના કરો.
માનશે ડાઘા વગરના ,ડાઘવાળા સૌ ખમીસ,
ચીંધવાને આંગળી, લત્તામાં હિંમત ના કરો.
જેણે કીર્તિ મેળવી છે એમની છે આ સલાહ,
તમ ખુદા ત્યાગી ને માનવની ઈબાદત ના કરો.
આંખ પર,માથા ઉપર બેસાડનારા હાથપગ,
ક્યાંક નાખી આવશે જો એની કિંમત ના કરો.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply