જૂઠી કિર્તી મળી? ખુદાઈ કર,
સંમતિ એ છે , બેવફાઈ કર.
પૂષ્પ ઝરતા રહે મહોબ્બતના,
મુખની એવી જરા સફાઇ કર.
બળ મળે તો જ તું ઉપરવટ જા,
રગ દબાયે તો ભાઈભાઈ કર.
નાસમજમાં ઘરોને ફૂક્યાં’તા,
આજ એ ઘરથી કંઇ ભલાઈ કર.
જ્યાં શહીદોની વાત નીકળે તો,
હિંદુ,મુસ્લિમ ને શીખ ઈસાઈ કર.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply