લો……ગઝલ
સૌ સિતમની હદો હટાવી લો,
દિલથી અમને પરત સ્વિકારી લો.
કામ તમને અમે જ આવીશું,
એક તક દઇને આજમાવી લો.
કોણ દિલમાં રહે તમારા વગર?
હોય શંકા તો ઉર તપાસી લો.
થોડી ફુરસદ ઉધાર માંગી ને,
ક્યાંક બેસી ગઝલને વાંચી લો.
વિષભરી આ નવી નવી વસ્તી,
એવું કહેવાય દુ:ખ ઉપાડી લો?
તેલ, મીઠા ને ખાંડ , મરચાથી,
દાકતર કહે સંબંધ ઉઠાવી લો,
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply