ગઝલ….ન મળી.
ઠામ સાચું હતું ગલી ન મળી,
હાથને એમ આંગળી ન મળી.
છંદ મળ્યા, પ્રતીક, કલ્પન પણ,
જોઈએ એવી શાયરી ન મળી.
માણસો તો મળ્યા આ વસ્તીમાં,
માણસાઈની બાતમી ન મળી.
ફી રૂપે મેં રકમ જે ચૂકવી’તી,
આજ લગ એની પાવતી ન મળી.
ભૂખ નહિં જ્યાં ગયાં તરસ લાગી,
ખૂબ શોધી પણ દોસ્તી ન મળી.
દિલની બિમારી તો હશે સૌને,
કોઈ માયુસીની છબી ન મળી.
ખુદકૂશીથી બચી ગયો એક જણ,
મોતની એને સંમતિ ન મળી.
જ્યાં ગયો ત્યાં મને મળ્યા વિશ્વાસ,
પણ ચળકતામાં ખાતરી ન મળી.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply