ચળકાટ જોઈને જ મહોબ્બત કરી નહિં,
અગ્નિમાં હાથ બાળવા હિંમત કરી નહિં.
જે જે ધરા મળી પછી એમાં શમી ગયા,
ક્યારેય પાછી પાની ને હિજરત કરી નહિં.
દુનિયા તો એક સૂર્ય ને સંધ્યા છે , દોસ્તો,
કજિયાને કોઈ ‘દિ અમે મિલકત કરી નહિં.
એક જ ઈશારે જ્ઞાન ન લાધે એ આંખને,
એ ચાંદની પાછળ કદી મહેનત કરી નહિં.
જે પણ મળ્યું ,નસીબ ગણીને સહી લીધું,
પકડી કદમની કોઇ ખુશામત કરી નહિં.
માણસ પછાડવાની જરૂરત પડી નહિં,
રૂસ્તમ થવાની જોઇતી કસરત કરી નહિં.
છે મોંઘવારી માટે પ્રતિભાવ એજ છે,
“સિદ્દીક” ગરીબની અમે કિંમત કરી નહિં.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply