મફતમાં.
ખુદાથી શ્વાંસ પણ મળ્યા મફતમાં,
અમારૂં છે જ શું “સિદ્દીક” જગતમાં.
“અમે માંગી લીધી દુનિયાની સગવડ,
અમે આપ્યું પ્રભુને શું શરતમાં?
અમારાં ચોપડા કર્મોના ખુલશે,
તો દેખાશે જ અપરાધો બચતમાં.
મહોબત કર ભલે દિલથી હ્રદયને,
નથી ને , સ્વાર્થ બન્નેની નીયતમાં!
અજાણ્યા કંઇ સ્થળો એ છે મહોબ્બત,
મળે છે,પણ ઘણી મોઘી કિંમતમાં.
તને સૌ યાદ કરશે મુજને નીરખી,
ગમે તેવો છું , હું તારી જ લતમાં.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply